Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Feb 10th, 2010, 1:23 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarસત્કર્મને જ યજ્ઞ કહેવાય

Bhaskar News, Ahmedabad

krishnaહિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ દરરોજ અસાધારણ રીતે વધતા હતા. લાભથી લોભ અને લોભથી પાપ વધે છે. હિરણ્યાક્ષનો અર્થ છે સંગ્રહ વૃત્તિ અને હિરણ્યકશિપુનો અર્થ છે ભોગવૃત્તિ. ભગવાને કામ (ભોગ)ને મારવા માટે એક જ અવતાર લીધો. શ્રી રામે ક્રોધ ઐટલે કે રાવણને મારવા માટે, શિશુપાલનો વધ કરવા માટે શ્રીકૃષ્ણે એક જ અવતાર લીધો, પરંતુ લોભને મારવા માટે ભગવાનને બે અવતાર લેવા પડ્યા, હિરણ્યાક્ષ માટે વરાહ અને હિરણ્યકશિપુ માટે નસિંહ અવતાર. વરાહ અવતારનો મતલબ છે યજ્ઞાવતાર, સત્કર્મને જ યજ્ઞ કહે છે. હિરણ્યાક્ષ સત્કર્મ વિધ્નહર્તા છે. હિરણ્યાક્ષ લોભનો સ્વરૂપ છે.

સમુદ્રમાં ડૂબી ગયેલી પૃથ્વીને વરાહ ભગવાને બહાર તો કાઢી, પરંતુ તેને પોતાની પાસે ન રાખી તેઓએ પૃથ્વી મનુ એટલે કે મનુષ્યને સોંપી દીધી.જે કંઈ પણ હાથમાં આવ્યું, તે બીજાને આપી દીધું, અહીંથી જીવનમાં સંતોષ શરૂ થાય છે. એક દિવસ સ્વર્ગમાંથી સંપત્તિ લાવવાની હિરણ્યાક્ષની ઇરછા થઈ. દિવસે દિવસે તેનો લોભ વધતો ગયો.

એક વાર તે પાતાળમાં ગયો. ત્યાં તેની ઇરછા વરુણ સાથે લડવાની થઈ. વરુણે કહ્યું - યુદ્ધ કરવું જ હોય તો વરાહ નારાયણથી કરો. હિરણ્યાક્ષે વરાહ ભગવાન પાસે જઈને કહ્યું કે, તારું મોં તો સુઅર (ભૂંડ) જેવો છે, ત્યારે વરાહ નારાયણે તેને કહ્યું કે તુ તો કૂતરા જેવો છે અને વાદ વિવાદ શરૂ થઈ ગયો.



  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: