Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Monday, Feb 8th, 2010, 4:15 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઓપ્રા વિન્ફ્રે ટીવી શોના સેટ પર બાળકનો જન્મ!

Agency, Toranto

ટોરોન્ટોની મહિલાને સેટ પર પ્રસવપીડા શરૂ થયા બાદ ૨૦ મિનિટમાં પુત્રને જન્મ આપ્યો

operahટીવી ટોક શો કવીન ઓપ્રા વિન્ફ્રે ગુરુવારે તેના શોના શૂટિંગ દરમિયાન એક નવા મહેમાનનું સ્વાગત કરવામાં સહેજ માટે ચૂકી ગઈ. શિકાગોમાં તેના શોમાં હાજરી આપવા આવેલી ટોરોન્ટોની મહિલાને પ્રસવપીડા શરૂ થઈ ગઈ હતી અને લગભગ સેટ પર જ તેને પ્રસૂતિ થઈ ગઈ હતી.

અહેવાલો અનુસાર ટોરોન્ટોની રહેવાસી લોરી મેકક્રિન્ડલ તેની માતા સાથે શિકાગોમાં ઓપ્રા વિન્ફ્રેના શોમાં પ્રેક્ષક તરીકે હાજરી આપવા આવી હતી. બરાબર આ જ સમયે તેના ગર્ભાશયની દીવાલમાં છેદ પડતાં પ્રસવપીડા શરૂ થઈ ગઈ હતી અને તેને તાત્કાલિક સેટની પાછળ લઈ જવાઈ હતી.

લોરીને એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે ઓપ્રાએ પોતે પણ મદદ કરી હતી. જોકે ૨૦ મિનિટમાં જ લોરીએ પુત્રને જન્મ આપ્યો હતો. લોરીએ સાતમા મહિને બાળકને જન્મ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. લોરીના પુત્રનું વજન બે પાઉન્ડ ૧૩ ઔંસ હોવાનું શિકાગોના મેડિકલ સેન્ટરે જણાવ્યું હતું.

લોરીએ કહ્યું હતું કે તેને ૨૭ અઠવાડિયાનો ગર્ભ હોવાથી શોમાં હાજરી આપવામાં જોખમ ન હોવાનું લાગતાં તે અહીં આવી હતી. ઓપ્રાએ લોરીને પુત્રના જન્મ માટે અભિનંદન આપી તેને કહ્યું હતું કે તે સ્વસ્થ થયા બાદ ગમે ત્યારે આ જ શોના શૂટિંગમાં આવી શકે છે. ઓપ્રાના શોમાં સેટ પર કોઈ મહિલાને પ્રસવપીડા શરૂ થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.




  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: