Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Monday, Feb 8th, 2010, 4:15 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarદયાભાભીએ સલ્લુને પાક્કો ગુજરાતી બનાવ્યો

Agency, Mumbai

salman_khan_dayaben_tarakબોલિવૂડ અભિનેતા સલમાન ખાન લોકપ્રિય શ્રેણી તારક મેહતા કા ઉલટા ચશ્માની વહુ દયભાભીને મળ્યો હતો. હવે જ્યારે સલ્લુ દયાભાભીનો મહેમાન બન્યો હોય તો તેનું કેવી રીતે સ્વાગત થયું હોય તેમાં કંઈ આશ્ચર્ય જેવી બાબત નથી.

દયાભાભીએ ગુજરાતી ડાન્સ કરીને સલ્લુને આવકાર્યો હતો અને તેને ઢોકળા પણ ખવડાવ્યા હતા. દયાભાભીએ તેની ઓળખ ગણાતી હસવાની સ્ટાઈલથી સલમાનને પણ ખુશ કરી દીધો હતો.

ઉપરાંત દયાએ સલ્લુ સામે જોરથી તેની પેટન્ટ લાઈન હે મા માતાજીને મોટેથી બોલીને સલ્લુને હસવા મજબૂર કરી દીધો હતો. આટલેથી ન થાકતા દયાએ તેની ધૂન પર સલ્લુને નાચવા માટે પણ મજબૂર કરી દીધો હતો.

સલમાન દયાની આ ગુજ્જુગીરી જોઈને ઘણો આનંદમાં આવી ગયો હતો. આ ઉપરાંત ટેલિવિઝનની બિહારી વહુ પુનપુનવાલી અને કોમેડિયન ભારતી સાથે પણ કેટલોક સમય વિતાવ્યો હતો. સલમાને આ ત્રણ ધમ્માલ સ્ત્રીઓ સાથે 3 કલાક જેટલો સમય વિતાવ્યો હતો.


  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: