અમન વર્માનું સફળ કમબેક
‘ક્યોંકિ..’ જેવી ટીવી સિરિયલ અને ‘ખૂલ જા સીમ સીમ’ જેવા શોથી જાણીતા બનેલા અમન વર્માની ગણતરી ટેલિવિઝનના ઉત્કૃષ્ટ અભિનેતા તરીકે થાય છે, પરંતુ ફિલ્મોમાં વ્યસ્ત થઈ જવાને લીધે અમન ટેલિવિઝનને સમય ફાળવી શકતો નહોતો.
જોકે હવે અમન ટેલિવિઝન પર પાછો ફર્યો છે અને ‘બેતાબ દિલ કી તમન્ના હૈ’ માટે ફરીવાર તે દર્શકોની વાહ વાહ મેળવી રહ્યો છે. જોકે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે તેવું નથી, પરંતુ હિન્દીને બદલે હવે તે પંજાબી ફિલ્મો તરફ વળ્યો છે.
હાલ તે ‘ગુડ ખાકે મર જાવાં’ નામની પંજાબી ફિલ્મમાં મુખ્ય હીરોની ભૂમિકા કરી રહ્યો છે. લાગે છે કે અમનની ગાડી હવે પાછી પાટા પર ચઢી ગઈ છે.













