ભારત હિંદ મહાસાગરનું કાજી નહીં બને
ભારતીય નૌકાદળના વડા એડમિરલ નિર્મલ વર્માએ સ્પષ્ટતા કરી છેકે, ભારતીય નૌકાદળને હિંદ મહાસાગરનું કાજી બનવાનો કોઇ શોખ નથી.
હિંદ મહાસાગરની સુરક્ષા માટે ભારતે તેની ભૂમિકા વધારવી જોઇએ તેવા અમેરિકાના સૂચન પર બોલતા એડમિરલ વર્માએ કહ્યું હતુંકે, આ પ્રકાના ખતરાઓને પહોંચી વળવા માટે ભારત સંયુક્ત કવાયતની તરફેણ કરે છે. 13 દેશોની વાર્ષિક નૌકા કવાયત 'મિલન-2010' ના ઉદ્ઘાટન પ્રસંગે એડમિરલ વર્માએ ઉપરોક્ત વાત કરી હતી.
એડમિરલ વર્માએ સ્પષ્ટતા કરી હતીકે, આ કોઇ લશ્કરી જૂથબંધી નથી પરંતુ સમન્વય વધારવાનો પ્રયાસ છે. આ કવાયતમાં ભારત ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, સિંગાપુર, શ્રીલંકા અને થાઇલેન્ડ જેવા દેશો પણ ભાગ લઇ રહ્યાં છે.
એડમિરલ વર્માએ ઉમેર્યું હતુંકે, દેશની સેનાઓ આપણી સુરક્ષા કરવા માટે સક્ષમ છે. ભારતની ફ્રિગ્રેટ, સબમરીન અને ડિસ્ટ્રોયર ભાગ લેશે. જ્યારે અમેરિકાની પેટ્રોલ એરક્રાફ્ટ, ચાર ફ્રિગ્રેટ અને પરમાણુ સબમરીન ભાગ લેશે.












