Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Saturday, Feb 6th, 2010, 3:06 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarબીટી કે ખતરાની ઘંટી?

Bhaskar Team

ભાસ્કર નોલેજ રિપોર્ટ

દેશભરના ખેડૂતો, વિજ્ઞાનીઓ, સરકારી અધિકારીઓ સાથેની વાતચીતના આધારે તૈયાર બીટી રિંગણ પર શ્રેણીનો ભાગ-૨

દેશમાં બીટી રીંગણની ખેતી માટે મંજૂરી અંગેની ચર્ચા અંતિમ તબક્કામાં છે. મલ્ટિનેશનલ કંપની મોનસાન્ટો અને તેમની ભારતીય ભાગીદાર માયકો તેની તરફેણમાં છે તો સ્વયંસેવી સંસ્થાઓ અને સ્વતંત્ર વિજ્ઞાનીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. દાવા અને વિરોધ શું છે? વિજ્ઞાની સાબિતી શું છે? આવામાં બીટી કોટનનો છેલ્લા આઠ વર્ષના દેખાવ જ શું બીટી રીંગણની ખેતીની મંજૂરી માટે એકમાત્ર આધાર છે?

ગુજરાત : બીટી કોટનથી ખુશાલી છવાઈ

બીટી કપાસના પાકને પાણી વધુ જોઇએ છીએ, ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સારો વરસાદ થતાં કપાસની ખેતી કરતાં ખેડૂતોને ફાયદો થયો છે. રાજયમાં પ્રતિ એકર ખેડૂતોને ૧૨૦૦-૧૮૦૦ કિલોગ્રામ સુધી ઉત્પાદન થયું છે. જ્યારે પરંપરાગત કપાસમાં આ માપદંડ ૪૦૦થી ૮૦૦ કિલોગ્રામ પ્રતિ એકર દીઠ થાય છે. બીટીની ખેતી જમીનમાંથી વધુ પોષક તત્વ ખેંચે છે. એટલે ખાતરનું વેચાણ ૨૫ ટકા વઘ્યું. હા કીટનાશકનો પ્રયાસ કરવો પડે, પણ પહેલાં કરતાં ઓછો.

બીટી રીંગણ ન જોઇએ. કેમ કે, રીંગણમાં જીન ઝેરીલું હોય છે. જે માનવજાતિ માટે હાનિકારક હોય છે. -કીર્તિભાઈ અમીન (પાટણના ખેડૂત)

વિદર્ભ : બીટી કોટને મચાવી તબાહી

મહારાષ્ટ્રમાં વિદર્ભના કપાસ ઉત્પાદન કરતાં ૧૪,૦૦૦થી વધુ ગામડાઓ દુષ્કાળગ્રસ્ત છે. અહીંયા ૨૦૦૫થી બીટી કોટનનો ઉતપાદન ૨૫૦ લાખ કિવન્ટલ હતી. ગયા વર્ષે પણ કપાસનું ઉત્પાદન આટલું જ રહ્યું હતું. તેનું મુખ્ય કારણ આ વિસ્તારમાં પાણીની તંગી હોવું એ છે. પરિણામે ગરીબ ખેડૂતો મોંઘું બીટી બીજ ખરીદીને નુકસાન ઉઠાવવા મજબૂર બની જાય છે.

બીટી કપાસની ટેકનિક ખેડૂતોને મોંઘી પડે રહી છે. પાકને નુકસાન પહોંચાડનારા કારણો પર તેનું કોઇ નિયંત્રણ નથી.-ડો.શરદ નિંબાલકર, કુલપતિ (પંજાબરાવ કૃષિ યુનિ.)

રાજસ્થાન : પહેલાં અજમાઈશું, પછી અપનાવીશું

રાજસ્થાનના હનુમાન અને ગંગાનગર જિલ્લામાં ૭૫ ટકા ખેડૂતો બીટી કપાસ ઉગાડી રહ્યા છે. તેમને ફાયદો થયો. કેમ કે, ઉત્પાદન ૨૯૭ કિલોગ્રામથી વધીને પ્રતિ હેક્ટર ૪૦૮ કિલોગ્રામ થઇ ગયું હતું. કીટનાશકોની વપરાશમાં પણ ૮૦ ટકા ઘટાડો નોંધાયો હતો. સાથોસાથ પાણીની વપરાશમાં અગાઉ અનુસાર રહી હતી. કપાસના બીજ તેલ અને ઘાસચારા માટે પણ કામ આવી શકે છે.

બીટી રીંગણને ખેડૂતો પ્રયોગાત્મક રીતે અપનાવશે. જો ઉત્પાદન વધશે અને રોગ ન લાગે તો વિચારીશું. -એ.કે.હુડ્ડા (ઉપનિર્દેશક કૃષિ બીજ, જયપુર)

બીટી કોટન ચાલશે પણ રીંગણ નહીં

બીટી સમર્થક લોબી

પાકને જીવાતથી બચાવવા હાલ જીએમ ટેકનોલોજીથી બહેતર કોઈ ઈલાજ નથી. આ કારણે માયકોએ બીટી રીંગણ તૈયાર કર્યા છે જેથી ખેડૂતો ઉત્પાદન વધારી શકે. -એ.કે.શર્મા માયકોના જીએમ

જીઈએસીએ જ્યારે પણ સાવધાની રાખતા એ જાણ્યું કે બીટી રીંગણ ખેડૂતો અને સામાન્ય લોકો માટે ઉપયોગી હોવાથી તેના વિરોધનો કોઈ પ્રશ્ન જ નથી. - શરદ પવાર કૃષિમંત્રી

માયકો દ્વારા તૈયાર કરાયેલા બીટી રીંગણના ફાયદા તેના અપેક્ષિત અને પ્રચાર કરાયેલા નુકસાન કરતાં ઘણા વધારે છે. ખેડૂતોને બાયોટેકનોથી દૂર રાખવાનો કોઈ અર્થ નથી. -- જીઈએસી કમિટીના સભ્ય અર્જુલા રેડ્ડી

રિવ્યુ કમિટી ઓન જીનેટિક મેન્યુપલેશન (આરસીજીએમ) અને જીઈએસી જેવી સમિતિઓમાં દેશના ટોચના વિજ્ઞાનીઓ સામેલ છે. એમણે જ બીટી રીંગણને મંજૂરી આપી છે તો નિર્ણય સાયન્ટિફિક છે. -ડો.એમ.કે.માન ડીબીટી

આમને છે બીટીનો વિરોધ

બીટી રીંગણ પાકને શૂટ બોરર કીડાથી સંપૂર્ણપણે બચાવ છે તે દાવો બિલકુલ ખોટો છે. રીંગણના પાકને મુખ્ય જોખમ તો બેકટેરિયાથી હોય છે. બીટી રીંગણમાં તેનાથી બચવા માટે કોઈ જ વિશેષતા નથી. - સુમન સહાય, સંયોજક, જીન કેમ્પેઈન

બીટી રીંગણ ખાનાર પશુઓના લોહીમાં ચિકિત્સકીય લક્ષણો અને બાયોકેમેસ્ટ્રી માપદંડો વરચેનું અંતર માયકો નથી ઓળખી શકયું. આ ભૂલ ત્રણ મહિનાની કિલનિકલ ટ્રાયલમાં વારંવાર થઈ છે. - જાઈલ્સ એરિક સેરાલિન, સ્વતંત્ર સંશોધક

માયકોના ૯૦ દિવસના પરીક્ષણ અને વિજ્ઞાનીઓની પેનલે ૧૦ ઉદરો પર કરેલા પરીક્ષણના પરિણામના આધારે જીઈએસીએ બીટી રીંગણને મંજૂરી આપી છે પરંતુ તેનાથી કિડની, લિવર અને લોહી પર થનાર અસરને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે. - દેવેન્દ્ર શર્મા, કૃષિ વિશેષજ્ઞ

દેશમાં રીંગણની ૨૫૦થી વધારે જાત છે. જો બીટી રીંગણ દેશમાં નિષ્ફળ થાય તો જૈવ વિવિધતા ખતમ થઈ જશે. શું સરકારે આ માટે પગલાં લીધાં છે. -ડો.એમ.એસ.સ્વામીનાથન, હરિતક્રાંતિના પ્રણેતા

મોન્સાંતોનો ઇતિહાસ

-વિયેતનામ યુદ્ધ (૧૯૬૨થી ૧૯૭૦) દરમિયાન અમેરિકી લશ્કરે ઓરેંજ ગેસનો ઉપયોગ કર્યો હતો. ઝેરી ગેસથી વિયેતનામના ૧૦ લાખથી વધુ લોકોને અસર થઇ હતી.

-મોન્સાંતોએ ટર્મિનેટ બીજના પેટન્ટ કરાવ્યા છે. તેનો હેતુ સમગ્ર વિશ્વમાં બીજ વેપાર પર કબજો જમાવવાનો છે.

મંજૂરી આપી તો હોબાળો

૧૧ રાજ્યોએ બીટી રીંગણનો વિરોધ કર્યોછે. તેને મંજૂરી અપાશે તો હોબાળો થશે. -પી.એમ. ભાર્ગવ (જાણીતા મોલિક્યુલર બાયોલોજિસ્ટ)

સરકારી નિષ્ણાત: બીટી રીંગણ સુરક્ષિત, વિદેશી નિષ્ણાત : ઝેરીલું છે

માયકોનો અહેવાલ જેને જીઇએસીએ મંજૂરી આપી

-ફળોને કીટાણુથી નુકસાન ગેર બીટી રીંગણની તુલનામાં ૮૦ ટકા સુધી ઘટયું-બીટી રીંગણના ઝેરીપણા અને એલર્જી પેદા કરનાર પ્રોટીનની તપાસમાં કોઇ હાનિકારક બાબત જણાઇ નથી.-એલિસા ટેસ્ટમાં ખેતરની માટી પર કોઇ અસર જણાઇ નથી.-અન્ય ઘાસચારામાં બીટીનો ચેપ ફેલાવાની કોઇ સંભાવના જણાઇ નથી.-બીટી રીંગણમાં રહેલું પ્રોટીન માત્ર કીટાણુઓને જ મારે છે. તેમાં માણસોમાં એલર્જી પેદા કરનાર અથવા અન્ય ઝેરી ગુણ નથી.-બીટીનું પ્રોટીન પશુઓનાં આંતરડાંમાં જઇને વિઘટિત થઇ જાય છે, તેથી આંતરડાંને તેનાથી કોઇ નુકસાન થતું નથી.

આંતરરાષ્ટ્રીય અને સ્વતંત્ર નિષ્ણાતોના અભિપ્રાય

-બીટી કોટનનાં પાંદડાં ખાઇને આંધ્રના વારંગલમાં ધેટાં-બકરાં મૃત્યુ પામ્યાં.-બકરીઓની ભૂખ ઓછી થઇ ગઇ, પરંત વજન વધવા લાગ્યું.-સસલાના શરીરમાં લોહીની અછત જણાઇ.-ઉદરોમાં ડાયેરિયા અને લિવર સંકોચાવાની ફરિયાદ મળી.-એન્ટિબાયોટિક દવાઓ સામે પ્રતિરોધકતા પેદા કરે છે.-સાત ટેસ્ટ કરાયા, જયારે ૧૮થી ૨૦ કરવાના હતા.-માયકોએ ટેસ્ટના મહત્ત્વના આંકડા રજૂ કર્યા નથી.

(સીન યુનિવર્સિટી, ફ્રાન્સના જાઇલ્સ એરિક સેરાલિની અને ઓસ્ટ્રેલિયાના ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચ ડો.જુડી કારમેન આ નિષ્કર્ષ પર આવ્યા છે.)

બીટી વિરુદ્ધ બિનબીટી કપાસ:
લગભગ ૭૦૦૦ કરોડ રૂપિયાના ભારતીય કષિ બજારમાં કપાસની ભાગીદારી ૨૦૦૦ કરોડ રૂપિયાની છે.
બીટી:
સિંચાઇ (પ્રતિ સેકન્ડ) - ત્રણ ગણું વધારે, બીજનું ખર્ચ: ૬૫૦ (૪૫૦ ગ્રામ), ખાતરનું ખર્ચ: ૨૫ ટકા વધુ, કીટનાશક: ૮૦ ટકા ઓછું
બિન બીટી:
સિંચાઇ (પ્રતિ સેકન્ડ) – ઓછું પાણી, બીજનું ખર્ચ: 50-200રૂપિયા, ખાતરનું ખર્ચ: ઓછું કીટનાશક: અધિક


સૌમિત્ર રોય, મહેશ સુથાર, જનક રોવલ, રણજિતસિંહ હડિયોલ, પ્રજ્ઞેશ ગૌર, રઘુનાથસિંહ લોધી, નવી દિલ્હી, ભોપાલ, નાગપુર, ચંદીગઢ, પાટણ, મહેસાણા, પાલનપુર, હિંમતનગર : નેશનલ ન્યૂઝરૂમ


  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: