Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Saturday, Feb 6th, 2010, 12:19 am [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarબે માસમાં સોનામાં રૂ. ૨૨૦૦ ચાંદીમાં રૂ. ૬૦૦૦ તૂટ્યા

Mahesh Trivedi, Ahmedabad

સલામત મૂડીરોકાણ ગણાતાં સોના-ચાંદીમાં બે માસ અગાઉ ઘૂસેલા રોકાણકારોની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ ગઇ છે, કારણકે બન્ને કિંમતી ધાતુઓ અનુક્રમે રૂ. ૨,૨૦૦ અને રૂ. ૬,૦૦૦ જેટલી સસ્તી થઈ ગઈ છે! શેરબજારની ૨૧,૦૦૦ પોઇન્ટની અને ક્રૂડની ૧૩૮ ડોલરની અવાસ્તવિક તેજીમાં માર ખાઇને અધમૂઆ થઇ ગયેલા સટોડિયાઓ હવે સોના-ચાંદીમાં મરી ગયા, મરી ગયાની બૂમો પાડે તેવી હાલત સર્જાઈ છે.



તા. ૨જી ડિસેમ્બરના રોજ સોનાનો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮,૫૬૫ જ્યારે ચાંદીનો કિલોદીઠ ભાવ રૂ. ૩૦,૧૪૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, ત્યારે કહેવાતા નિષ્ણાતો અને બજારપંડિતો સોનું રૂ. ૨૦,૦૦૦ અને ચાંદી રૂ. ૩૫,૦૦૦ થવાની વાતો કરતા હતા પરંતુ છેલ્લા બે માસમાં સોનું રૂ. ૨,૨૦૦ અને ચાંદી રૂ. ૫,૯૪૦ તૂટ્યાં છે.



વૈશ્વિક બજારોમાં પણ ઔંસદીઠ સોનું તા. ૨જી ડિસેમ્બરે ૧,૨૧૨ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું તે ૧૬૪ ડોલરના કડાકા સાથે ૧,૦૪૮ ડોલર આસપાસ પહોંચ્યું છે જ્યારે ચાંદી ૧૯.૧૮ ડોલરની ટોચેથી ૩.૦૫ ડોલર તૂટી ૧૬.૧૩ ડોલર આસપાસ પહોંચી છે.



વૈશ્વિક બજારોમાં બદલાયેલાં પરિમાણોનાં કારણે યુરોપના પાંચથી છ દેશો આર્થિક સંકટમાં ફસાયાની વાતો, યુરો સામે ડોલર ૮ માસની ટોચે પહોંચ્યો છે જ્યારે બીજી તરફ છેલ્લે બે માસમાં સલામત મૂડીરોકાણ ગણાતી બન્ને કિંમતી ધાતુઓમાં અનુક્રમે ૧૩ ટકા અને ૨૪.૫૪ ટકાનો ઘટાડો નોંધાયો હોવાથી રોકાણકારો હવે અન્ય મૂડીરોકાણ સ્રોતો ભણી નજર દોડાવી રહ્યા છે.



છેલ્લા અહેવાલ અનુસાર ગોલ્ડ ઈટીએફમાં પણ રોકાણકારો પસ્તાઈ રહ્યા છે. માણેકચોકના વેપારી અશોક ચોકસીના જણાવ્યા અનુસાર વૈશ્વિક બજારોમાં સોનું ૧,૦૪૮ ડોલરથી પાછું ફર્યું છે તે જો ૧,૦૪૫ ડોલરની સપાટી તોડે તો નીચામાં ૧,૦૩૨ ડોલર સુધી જઈ શકે છે. તેની પાછળ સ્થાનિક બજારમાં પણ સોનાનો ૧૦ ગ્રામદીઠ ભાવ નીચામાં રૂ. ૧૫,૬૫૦ આસપાસ પહોંચી શકે છે જ્યારે ચાંદીમાં કીલોદીઠ રૂ. ૨૩,૦૦૦-૨૩,૫૦૦નો ભાવ જોવા મળે તો નવાઈ નહીં.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: