Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Friday, Feb 19th, 2010, 4:33 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarઅચૂક મંત્ર

Yashwant Vyas

મુશ્કેલીઓનો મુકાબલો કરીને સફળ થવાનો એક જ સચોટ મંત્ર છે, તે છે પોતાની જાત અને નિર્ણયો પર અતૂટ ભરોસો.

flowerએક રાજા હતો. એના દરબારમાં એકએકનું માથું ભાંગે એવા પ્રકાંડ પંડિતો હતા. રાજાએ એક દિવસ બધાને બોલાવીને કહ્યું કે મને એક એવો મંત્ર જોઈએ જે કોઈ પણ પરિસ્થિતિમાં અચૂક પરિણામ આપે. ભલભલી આફતોનો મુકાબલો કરવા માટેનો મંત્ર મને જોઈએ.

વિદ્વાનો નીકળી પડ્યા મંત્ર શોધવા. આકાશપાતાળ એક કર્યા, પણ મંત્ર ન મળ્યો. છેવટે એક ફકીરે તેમને ધરપત આપી: મારી પાસે છે એ મંત્ર. ફકીરે ગડી વાળેલો એક કાગળ વિદ્વાનોને આપ્યો અને કહ્યું: ‘ આ કાગળને ફક્ત સૌથી મોટા અને આખરી ખતરા વખતે જ ખોલજો. એ વાંચીને તમને સમજાશે કે મુશ્કેલીમાંથી માર્ગ કઈ રીતે કાઢવો.’

વિદ્વાનોએ કાગળ રાજાને આપ્યો. રાજાએ પોતાની અંગૂઠીમાં કાગળ ગોઠવી દીધો. પછી જ્યારે પણ કોઈ મુશ્કેલી આવતી ત્યારે રાજાનું ઘ્યાન અંગૂઠી તરફ જતું, પણ પછી વિચાર આવતો કે આ કોઈ અંતિમ સમસ્યા નથી. આ સમસ્યા તો હું જાતે પણ ઉકેલી શકું છું. એ માટે મંત્રની મદદની જરૂર નથી. અનેક આફતો આવી, પણ દર વખતે રાજાને લાગ્યું કે ના, આ કંઈ સૌથી મોટી આફત નથી.

વર્ષો વીતી ગયાં. પછી જયારે રાજા મરણપથારીએ પડ્યા હતા ત્યારે વિદ્વાનોએ કહ્યું: હવે તો કાગળ ખોલો, મહારાજ. શક્ય છે કે તમને બચાવવાનો કોઈ અકસીર રસ્તો એમાંથી મળી આવશે.

રાજા માંદલું હસીને બોલ્યો: ‘આપણે આપણું વચન પાળવું જોઈએ. રહી વાત મંત્રની. હું તો માનું જ છું કે આમાંનો મંત્ર અચૂક છે. જ્યારથી આ કાગળ મળ્યો છે ત્યારથી હું કોઈ આફતથી ડર્યો નથી. દર વખતે કોઈ ને કોઈ રસ્તો મને મળી જ ગયો, કારણ કે આ મંત્રના જોરે ઘટનાઓને મેં હંમેશાં સાક્ષીભાવે નિહાળી અને તટસ્થ નિર્ણયો કર્યા. હું ઘટનાઓના પ્રચંડ પ્રવાહમાં વહી ન ગયો.’

આટલું બોલ્યા બાદ રાજાના શ્વાસ અટકી ગયા. દરબારીઓએ તરત પહેલું કામ અંગૂઠીમાંથી ચિઠ્ઠી કાઢવાનું કર્યું. ચિઠ્ઠી કોરી હતી. એમાં એક પણ અક્ષર નહોતો. દરબારીઓ ભલે ન વાંચી શક્યા, પણ મંત્ર પોતાનું કામ કરી ચૂક્યો હતો.

અહા! જિંદગી મેગેજીન ખરીદવા માટે વાર્ષિક લવાજમ ભરો... વાર્ષિક લવાજમ પેટે રૂ. ૩૫૦નો, DB Corp. Ltd. (Magazine Division)ના નામનો ચેક મોકલવા નીચે આપેલા ફોન નંબરનો સંપર્ક કરો:અમદાવાદ: જય કુમાવત (૯૬૦૧૬૦૨૬૮૯) અશ્વિન સુતરિયા (૯૮૯૮૪૫૦૩૨૧) મુંબઇ : રાજારામ (૯૯૨૦૨૨૨૧૩૧)અથવા નીચે આપેલા સરનામાં પર પત્રવ્યવહાર કરો:મુંખ્ય કાર્યાલય:મુંબઇ: જી-૩-એ, કામનવાલા ચેંબર્સ, ન્યૂ ઉદ્યોગ મંદિર-૨, મુગલ લેન, માહિમ(પ.) મુંબઇ-૧૬, ફોન: ૦૨૨-૩૯૮૮૮૮૪૦, ફેક્સ: ૨૪૪૪૫૪૬૯.ગુજરાત કાર્યાલય: અમદાવાદ: ૪૨-૪૩, સાકાર-૭, નેહરૂ બ્રીજ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-૬, ફોન: ૦૭૯-૨૬૫૭૯૬૭૭, ૦૭૯-૪૦૦૬૯૧૬૭.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: