લાલચી બનવાનો સમય નજીક આવી રહ્યો છે
રાજીવ રંજન ઝા
બધા એ સાંભળ્યું, દરેક લોકો કહે પણ છે, પરંતુ તેને અમલમાં મૂકવું મુશ્કેલ હોય છે. છતાં મારે તમને યાદ કરાવવું એ મારૂં કામ છે.
બજારનો એક પ્રસિદ્ધ મંત્ર છે કે જ્યારે બધા લોકો લાલચમાં પડી રહ્યા હોય ત્યારે તમારે ડરવું જોઇએ અને જ્યારે બધા લોકો ડરી રહ્યા હોય ત્યારે તમારે લાલચ કરવી જોઇએ. બજારમાં ડરનો અતિરેક સમય આવી રહ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. આજે સવારના આંતરરાષ્ટ્રીય સંકેતો એટલું તો પાકું કહી રહ્યા છે કે ભારતીય બજાર પણ એક મોટા ઘટાડા સાથે ખૂલશે. ગુરૂવારનું કારોબાર ભારતીય બજારના મનોબળને પહેલેથી જ નબળાં કરી ચૂકયા છે.
આવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં મળેલ ઝટકા ભારતીય બજાર એકદમથી નીચેની તરફ ધકેલશે. આ સમયે ભારતીય શેરબજારની પણ પરીક્ષા થશે. જો આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ભારતીય બજાર વધુ નહિં તૂટે અથવા શરૂઆતના ઘટાડા બાદ રિકવર થઇ જાય તો તેનો મતલબ એ થશે કે બજારમાં બહુ ઘટાડો નહિં આવે. જો ઘટાડો આવશે તો પણ ટકશે નહિં.
નિફ્ટી માટે પહેલા તો 4800ની સપાટી પર જ સહાકારી આશા બની શકે છે, પરંતુ આ સપાટી તો કદાચ શરૂઆતના ઝટકામાં પણ તૂટી જાય. ત્યારબાદ 29મી જાન્યુઆરીની તળેટી એટલે કે 4766ની સપાટી સામે હશે. ખૂબજ સાંકડી વધઘટ માટે એ જોવાનું રહેશે કે આજે બજારને ક્યાં સહારો મળી છે. જો બજાર મોટા આંતરરાષ્ટ્રીય દબાણ છતાં 4800ની ઉપર પરત આવવા તથા બંધ હોવામાં સફળ રહે છે તો તેનાથી મજબૂતીની આશા બનશે. પરંતુ તેની નીચે જતા લોકોની નજરમાં 4500-4600ની સપાટી પણ છે.
છેલ્લાં 2-3 દિવસથી એફઆઇઆઇની વેચવાલીનું જોર ઘટતું દેખાઇ રહ્યું હતું. આજે તેમની વેચવાલી કેટલી રહે છે, તે વાત બજારની આગળની દિશા અંગે ઘણું કહી જશે. સાથો સાથ સ્થાનિક સંસ્થાઓનો જવાબ કેવો રહે છે, તે પણ દેખવાનું રહેશે. પરંતુ આ બધાં આંકડા તો શુક્રવારનું ટ્રેડિંગ સેશન બંધ થયા બાદ જ મળશે. આથી શુક્રવાર વધુ આક્રમક થવાના બદલે બજારનો દોર કંઇ બાજુ રહે છે તે જોવું વધું સારૂં રહેશે.
એફઆઇઆઇ વેચવાલી, આંતરરાષ્ટ્રીય બજારોનું દબાણ અને બજેટ પહેલાની બજારની બેચેની - આ બધી વાતોને જોડીને જોઇએ તો બજારમાં ગમે તે સમયે અચનાક જ અફવાઓનું વાતાવરણ બની શકે છે. તમે ઘાત લગાવીને એ મોકાની રાહ જુઓ, કારણ કે જો બજારમાં કોઇપણ અફવા ફેલાઇ તો તમને વિચારવાનો મોકો નહિં આપે. બસ એટલું ધ્યાનમાં રાખો કે તમે લાલચી બન્યા પછી પણ બજાર તમને ડરાવી શકે છે. એવું કોઇ રોકાણ ન કરો, જેણે તમારે કેટલાંક મહિનાઓ અને વર્ષો સુધી રાખવું મુશ્કેલ થઇ જાય. ઉધારી પર સોદા તો બિલકુલ નહિં!










