Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Thursday, Feb 4th, 2010, 6:47 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarગુજરાતના પગલે ચાલશે ઓરિસ્સા

Agency, Orissa

ઓરિસ્સા સરકારે ગુજરાતની આઇટી જોગવાઇઓની તર્જ પર કાયદો લાવવાની તજવીજ હાથ ધરી છે. જેની મદદથી સાઇબર કાફે પર નિયંત્રણ લાદવામાં આવશે તથા નજર રાખવામાં આવશે.

સુત્રોના કહેવા પ્રમાણે આ અંગેનો પ્રસ્તાવ ઓરિસ્સાના ગૃહ મંત્રાલયને મોકલી દેવામાં આવ્યો છે. જેની જોગવાઇઓ પ્રમાણે સાઇબર કાફેના માલિકોને ફરજ પાડવામાં આવશેકે, વપરાશકર્તાઓએ કઇ વેબસાઇટ જોઇ હતી તેની હિસ્ટ્રી અને કુકીઝને છ માસ સુધી સાચવી રાખવામાં આવે.

છેલ્લા કેટલાક સમયથી ઓરિસ્સાના ભુવનેશ્વર અને કટક આઇટી અને એજ્યુકેશન હબ તરીકે વિકસી રહ્યાં છે. જેના કારણે અહીં બિલાડીના ટોપની જેમ સાઇબર કાફે ફૂટી નિકળ્યા છે. જેના કારણે સાઇબર અપરાધો થવાની શક્યતા વધી ગઇ છે. આથી આ પ્રકારનો કાયદો લાવવા માટે સરકાર વિચારી રહી છે. ઉલ્લેખનીય છેકે, સાઇબર અપરાધોનું પગેરૂ દાબવામાં હિસ્ટ્રી અને કુકીઝ અગત્યની ભૂમિકા ભજવે છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: