Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Feb 3rd, 2010, 6:46 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarશ્રીલંકામાં ફોનસેકા સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર

Agency, Colombo

તાજેતરની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ મહિડા રાજપક્ષેની હત્યાનું કાવત્રુ ઘડવા સબબ 37 શખ્સોની પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાં લશ્કરના બ્રિગેડિયર, કર્નલ અને બીજા કેટલાક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.



આ અધિકારીઓની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ એ જ હોટલ છે જ્યાં ફોનસેકા ચૂંટણીઓ દરમિયાન રોકાયા હતા. શ્રીલંકાના અધિકારીઓ દ્વારા મુકવામાં આવેલા આરોપ પ્રમાણે ચૂંટણીઓના પરિણામ જાહેર થયા પછી રાજપક્ષે અને તેમના પરિવારજનોને મારી નાખવાનું આયોજન હતું.



સુત્રોના કહેવા પ્રમાણે, પકડાયેલા લશ્કરી અધિકારીઓ અને ચાર અન્યોની સામે ઇમરજન્સી રેગ્યુલેશન્સ એક્ટ હેઠળની કલમો લગાડવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છેકે, આ અધિકારીઓ ફોનસેકાનું સમર્થન હોવાનું જાહેર કરી તેમની ધરપકડ કરવામાં આવે તો આશ્વર્ય નહીં.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: