શિશ્નની ચામડી નીચે નથી ઉતરતી, શું લગ્ન બાદ…
મારી ઉમર 27 વર્ષની છે. મારા શિશ્નની ચામડી ઉપરના ભાગથી નીચે નથી ઉતરતી. શું લગ્ન બાદ મને સંભોગ કરવામાં કોઈ સમસ્યા થશે. શું હું સેક્સનો પૂર્ણ આનન્દ માણી શકીશ કે નહી? યોગ્ય માર્ગદર્શન આપશો.
આપની ચિંતા બિલકૂલ વ્યાજબી છે. મોટાભાગના પુરુષોમાં લગ્ન બાદ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. પરંતુ લગ્ન બાદ જ્યારે પ્રથમવાર સંભોગ કરતા ખૂબ જ સાવચેતી રાખવાથી ધીરેધીરે આ તકલીફમાંથી છૂટકારો મેળવી શકાય છે. જો પાંચથી છ વાર સફળતાપૂર્વક સંભોગ કર્યા બાદ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
તેના ઉપાયમાં જ્યારે તમે સંભોગ કરવા જાવ ત્યારે યોગ્ય લિક્વિડને શિશ્ન પર જરૂર લગાવો. લિક્વિડ લગાવ્યા છતાં પણ જો તમને સેક્સ કરવામાં તકલીફ થતી હોય તો યોગ્ય ડોક્ટર પાસે ટ્રીટમેંટ લો તો સારૂ છે નહીતર આ સમસ્યા સંભોગ કરતી વખતે અકસ્માત સર્જી શકે છે. જો આ સમસ્યા ખૂબ જ મેજર હશે તો ડોક્ટર આપને સરક્યુમસીઝન(circumcision) કરાવવાની સલાહ આપશે. જેમાં આપના શિશ્નથી ઉપરની થોડી ચામડીને કાપવામાં આવે છે, જેનાથી તમે આજીવન આ તકલીફમાંથી મુક્ત થશો.
મુસ્લિમ ધર્મમાં સુન્નત નામે એક ધાર્મિક ક્રિયા કરવામાં આવે છે. જેમાં બાળકને નાની ઉમરમાં જ આવી શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. જોકે આને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો મોટી ઉમર થતા બાળકને સંભોગમાં આવા પ્રકારની કોઈ સમસ્યા સર્જાતી નથી તેમજ શિશ્નની આજુબાજુમાં જમાં થતો સફેદ પદાર્થ જામતો નથી જેનાથી શિશ્નને થતા ઈન્ફેક્શનના રોગોમાંથી પણ તેને મુક્તિ મળે છે.
જો આપને પણ હોય કોઈ સવાલ તો લખો...
સંબંધિત સમાચાર:
* સેક્સ માણ્યા બાદ હું થાકી જાઉં છું...
* શું ગુદ્દામૈથુનથી એઇડ્સ થાય?
* મારા શિશ્નની લંબાઈ ખૂબ જ વધારે છે
* ગર્ભ રાખવા સમાગમનો યોગ્ય સમય કયો?
* પથારી સાથે ઘર્ષણ કરી મૈથુન કરવાની આદત છે...
* મારી દિકરી સ્તન સ્ત્રાવથી પીડાય છે...
* મારી પત્ની ચરમસુખથી વંચીત રહે છે












