ઈન્ટરવ્યૂમાં પૂછી શકાય એવા પ્રશ્નો
પી.એસ.સી. મેઇન્સ પરીક્ષાના સફળ ઉમેદવારની આતુરતાનો અંત આવ્યો. નામદાર હાઇકોર્ટના ચુકાદાને આધીન, લાંબા સમયથી જેની પ્રતીક્ષા હતી એવા ‘ઇન્ટરવ્યૂ’ની તારીખો અંતે ગોઠવાઇ. તા.૧૮ જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યા છે. DY. S.P./ACP જિલ્લા રજિસ્ટ્રાર વર્ગ-૧. મામલતદાર, સેક્શન અધિકારી, સરકારી મજૂર અધિકારીનો હોદ્દો પામવા માટેની આખરી જંગ, એટલે કે રૂબરૂ મુલાકાત કે મૌખિક કસોટીઓ.
મિત્રો, ગત અંકમાં આપણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ઉમેદવાર કે જેમણે ઇતિહાસ અને ભૂગોળ જેવા વૈકલ્પિક વિષયો મેઇન્સ પરીક્ષામાં રાખ્યા છે. તેને પૂછી શકાય તેવા સંભવિત પ્રશ્નોની સફરમાં આગળ વધીએ.
- ‘ગુજકોક’ કાયદો અત્યારે કયા તબક્કે છે?
- ‘સીરક્રિક’નું મહત્વ શું છે?
- ‘અયોઘ્યા’ ક્યાં આવેલું છે?
- ‘ફોરેન્સિક’ એટલે શું?
- ‘નશાબંધી’ ગુજરાતમાં અમલમાં છે. તાજેતરમાં હળવી બનાવી છે. શું મહત્વનો ફેરફાર કર્યો છે?
- અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહ વખતે ભારતની શું સ્થિતિ હતી?
- વિશ્વના ઇતિહાસનો કયો પ્રસંગ તમને સૌથી આકર્ષક લાગે છે?
- ભૂગોળ અને ઇતિહાસ વચ્ચે શું સંબંધ છે?
- વાઇસરોય શબ્દ સમજાવો
- ‘રેઇન-સાઇકલ’ શું છે?
- એક મામલતદાર અને સરકારી મજૂર અધિકારીના કાર્યનું સંકલન રાજ્યનો એચ.ડી.આઇ. કઇ રીતે વધારી શકે?
પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના ઇતિહાસ કે ભૂગોળ વિષયના ઉમેદવારને (પૂછાયેલા)અને ગયા અંકમાં આપેલા પ્રશ્નોના જવાબોની વ્યૂહાત્મક સમીક્ષા.
-સિંધુ સંસ્કૃતિની શોધખોળ-ભારતમાં સિંધુ સંસ્કૃતિની શોધખોળ ન થઇ હોત તો- વેદિક કાળથી સંસ્કૃતિનો કાળ ગણી શકાય.
- મામલતદારને ભૂગોળનું જ્ઞાન: કચ્છમાં અને વલસાડમાં ફરજ બજાવતા મામલતદાર Rain fall ઓછો, સૂકો પ્રદેશ-એ મુજબ તાલુકા કક્ષાએ સરકારના સંકલનકાર તરીકે નિર્ણય લઇ શકાય તે જ રીતે વલસાડ હરિયાળો પ્રદેશ- ઘાસચારો સામાન્ય રીતે વલસાડથી અન્ય સૂકા પ્રદેશોમાં જરૂરિયાત મુજબ મોકલાય છે.
- કાયદો અને વ્યવસ્થા: આ બન્ને સાથે એટલા માટે બોલાય છે, કે કાયદાના અમલથી વ્યવસ્થા જાળવવાની મુખ્ય કામગીરી પોલીસના શિરે છે.
- ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ: કિડની કૌભાંડ એ પણ ઓર્ગેનાઇઝેડ ક્રાઇમ છે. પણ તેમાં આતંકવાદ નથી. પણ આતંકવાદી પ્રવૃત્તિમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમના મૂળભૂત તત્વો
- પૂર્વ આયોજન
- પૂર્વ આયોજિત સમૂહ
- સામાન્ય હેતુલક્ષી
- મોડસ ઓપરેન્ડી/કાર્યની સામાન્ય પદ્ધતિ
- નાણાકીય પીઠબળ/સોર્સ
- પ્રેરણા બ્રેઇન વોશિંગ વગેરે
આમ, દરેક આતંકવાદી હત્યામાં સામાન્ય રીતે ઓર્ગેનાઇઝ (સંગઠિત) અપરાધની લાક્ષણિકતા રહેલી હોઇ, પરંતુ દરેક સંગિઠત અપરાધ એ તમામ વખતે આતંકવાદી કૃત્ય ન પણ હોય. દા.ત. માનવ અંગેનો વેપાર વગેરે વગેરે.
- અપરાધિક ન્યાયિક વ્યવસ્થા મૂળભૂત રીતે પાંચ અંગો/ઘટકોની બનેલી છે. પોલીસ તેમાંનું મહત્વનું ઘટક છે.
ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ
- કાયદો
- પોલીસ
- જેલ
- અભિયુક્ત
- કોર્ટ
આમ, આપણે PSI કક્ષાના ઉમેદવારના કુલ પ્રશ્નો પૈકીના સુધી કેટલાક જવાબોની સમીક્ષા કરી. બાકીના પ્રશ્નોના જવાબ તથા સમીક્ષા આવતા અંકે કરીશું.
સ્પાર્ક પ્લગ : ‘તક આવે ત્યારે વામન લાગે, જતી રહે ત્યારે વિરાટ.’
(લેખક નાયબ કલેક્ટર છે.)
pankaj3008@yahoo.co.in












