સોનામાં સામાન્ય ઘટાડો
આજે ઘરાકીના અભાવ વચ્ચે સ્થાનિક બજારમાં સોનામાં સામાન્ય ભાવઘટાડો જોવાયો હતો જયારે ચાંદીમાં ઊચા મથાળે ટકેલા ભાવ હતા. વિશ્વબજારમાં સામાન્ય નરમાઇ સાથે સોનું ૧૧૪૫ ડોલર નજીકની સપાટીએ પહોંરયું હતું.
ઘરઆંગણે સોનામાં સાધારણ નરમાઇ હતી. આજે રાજકોટ ખાતે સોનું રૂ.૨૦ ઘટી રૂ.૧૭૨૫૦, સોનું બિસ્કિટ રૂ.૨૦૦ ઘટી રૂ.૨,૦૧,૦૦૦ અને ચાંદી રૂ.૨૮૪૦૦ના ભાવે સ્થિર હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.૧૭૩૨૫ અને ચાંદી રૂ.૨૮૬૦૦ના મથાળે હતી. મુબંઇ ખાતે સોનું રૂ.૧૫ ઘટી રૂ.૧૭૧૧૫ અને ચાંદી રૂ.૩૫ ઘટી રૂ.૨૮૯૮૦ તેમજ કોલકત્તા ખાતે સોનું રૂ.૧૭૩૨૫ અને ચાંદી રૂ.૨૮૬૫૦ના ભાવે હતી.
કિંમતી ધાતુઓમાં ઇનવેસ્ટમેન્ટ ડિમાન્ડ ઘટતા વૈશ્વિક સોનાના ભાવ ઘટયા હતા. આ લખાય છે ત્યારે નાયમેકસ ખાતે કોમેકસ સોનું ૨.૨૦૦ ડોલર ઘટી ૧૧૪૯.૨૦૦ ડોલર અને ચાંદી ૨૧ સેન્ટ ઘટી ૧૮.૪૯૦ ડોલર પ્રતિ ઔંશ હતી. હાજરમાં સોનું ૩.૧ ડોલર ઘટી ૧૧૪૬.૮ ડોલર અને ચાંદી ૧૧ સેન્ટ ઘટી ૧૮.૪૩ ડોલર પ્રતિ ઔંશ હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો ૭૯.૮૪૦ ડોલર પ્રતિ બેરલ થયો હતો.










