Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Jan 12th, 2010, 4:08 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarભારત-ચીને લેવો પડશે ઈનિશિયેટિવ

City Reporter, Ahmedabad

અર્થ ડે નેટવર્કના પ્રેસિડેન્ટ કેથલીન રોઝરે શહેરમાં ગ્લોબલ વોર્મિંગના મુદ્દે પર્યાવરણપ્રેમીઓ સાથે વાતચીત કરી હતી

chinaભારત, ચીન અને અમેરિકા એક થયા હોત તો કોપન હેગન સમિટનો ફિયાસ્કો ન થાત, તેમ અર્થ ડે નેટવર્કના પ્રેસિડેન્ટ કેથલીન રોઝરે જણાવ્યું હતું. કેથલીન પર્યાવરણ પ્રેમીઓના નેટવર્કને વધુ મજબૂત બનાવવાના હેતુથી અમદાવાદ આવ્યા હતા.

તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે, જો દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી મુકિત અપાવવી હોય તો ભારત, ચીન અને અમેરિકાએ ભેગા મળીને આ દિશામાં પગલાં લેવા પડશે. અર્થ ડે નેટવર્કના ૧૭,૦૦૦થી વધુ પાર્ટનર છે.

તેમાં ૧૭૪ દેશોનાં ૨૦ લાખથી વધુ લોકો જોડાયેલા છે. કેથલીને કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં પૃથ્વીના વાતાવરણમાં ઘણાબધા નાટકીય પરિવર્તનો આવ્યા છે. એ વાત સાચી છે કે ઔધોગિક વિકાસની સાથે પર્યાવરણ સંતુલન સાધવું મુશ્કેલ છે પરંતુ વીજળી, પેટ્રોલ અને ગેસનો વ્યય અટકાવી ઊર્જાનો જરૂર પૂરતો ઉપયોગ કરીને પર્યાવરણને પહોંચતી ક્ષતિ ઓછી કરી શકાય .

આ ઉપરાંત સૂર્ય ઊર્જા, જળ ઊર્જા અને પવન ઊર્જા જેવા વૈકિલ્પક સ્ત્રોતનો ઉપયોગ વધારીને પર્યાવરણ જાળવણીનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય છે. સીઇઇ ખાતેના ‘વિકસત’માં યોજવામાં આવેલા કાર્યક્રમમાં કેથલીન પર્યાવરણના વિધાર્થીઓને મળ્યા હતા. તેઓ હવે દિલ્હી, કોલકાતામાં પર્યાવરણપ્રેમીયો અને વિધાર્થીઓ સાથે મુલાકાત કરશે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: