Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Thursday, Dec 24th, 2009, 12:50 pm [IST]  

danik bhaskarખાદ્ય ફુગાવો નજીવો ઘટીને 18.65%

Agency, New Delhi

Inflationફયુઅલ ઇન્ડેક્સમાં 3.95 ટકાનો વધારો થવા છતાં 12મી ડિસેમ્બરના રોજ પૂરા થતાં સપ્તાહનો ખાદ્ય ફુગાવો નજીવો ઘટીને 18.65 % આવ્યો છે. 

ડિસેમ્બરમાં પૂરા થતાં બીજા સપ્તાહમાં ખાદ્ય ફુગાવામાં 1.3 ટકાનો ઘટાડો થયો છે. જે અગાઉના સપ્તાહમાં 19.95 ટકા હતો.

બટાટા અને અનાજના ભાવમાં ઘટાડો થતાં ફુગાવાના દરમાં નજીવો ઘટાડો થયો છે. બટાટાના ભાવ આ વર્ષમાં 115 ટકા જેટલા વધ્યા છે. જ્યારે અનાજના ભાવ વર્ષ દરમ્યાન 41.61 ટકા અને શાકભાજીના ભાવ 37.97 ટકાનો વધારો નોંધાયો છે.

દરમ્યાન ફળ-શાકભાજી (2 ટકા), ઘઉં (5 ટકા), બાજરી (4 ટકા) અને ચા-મરીમસાલા (1 ટકા)ના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છતાં મગદાળ (2 ટકા) અને જુવાર (1 ટકા)ની કિંમતમાં વધારો થયો છે. તમાકુના ભાવમાં 33 ટકા, કાચા કપાસમાં 6 ટકા અને કાચા રબરના ભાવમાં 4 ટકાનો વધારો થયો છે.

ચોમાસું નબળું રહેવાના લીધે અને દેશમાં કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઇ હોવાથી આ વર્ષે અનાજના ભાવોમાં વધારાનું દબાણ આવી રહ્યું છે. નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યું કે અમે ટૂંક સમયમાં જ ફુગાવાને કાબૂમાં લેવાની કોશિશ કરીશું, તે અમારા માટે પડકરારૂપ હશે.



  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: