Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Thursday, Dec 24th, 2009, 2:18 am [IST]  

danik bhaskarસાર્વ. વિધ્યા.ની છાત્રાઓએ સમજાવ્યું સ્વાશ્રયનું મહત્વ

ભાસ્કર ન્યૂઝ.મહેસા

ભાસ્કર ન્યૂઝ.મહેસાણા

એમ.એમ.વી સાર્વજનિક કન્યા વિધ્યાલયની વિધ્યાર્થીઓએ બુધવારે સ્કાઉટ ગાઇડ અંતગર્ત એક હાઇકનું આયોજન કરી સાંઇબાબા મંદિર ખાતે સફાઇકામ કરી સ્વાશ્રયનું મહત્વ સમજાવ્યું હતું.

મહેસાણા સ્થિત શ્રી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એમ.વી કન્યા વિધ્યાલયના સ્કાઉટ ગાઇડ વિભાગ દ્વારા બુધવારે એક હાઇકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાશ્રયનું મહત્વ સમજાવતા આ કાર્યક્રમમાં શાળાની વિધ્યાર્થીનીઓ પગપાળા શહેરના છેવાડે આવેલા સાંઇબાબા મંદિરે પહોંચી હતી અને ત્યાં સફાઇ કાર્ય કર્યું હતું. સાથો સાથ આ વિધ્યાર્થીઓએ જાત મહેનતે ત્યાં ચુલા બનાવી રોટલા અને શાકની રસોઇ બનાવી હતી અને વન ભોજનનો સ્વાદ માણ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના મંત્રી જેઠાભાઇ ચૌધરી, પ્રિિન્સપાલ અલકાબેન રાવ, માનસિંહભાઇ ચૌધરી સહિતે વિધ્યાર્થીનીઓને સ્વાશ્રયનું મહત્વ સમજાવ્યું હતું અને એમના આ સેવાકાર્યને પ્રોત્સાહિત કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીબેન ડામોર, ઇલાબેન મકવાણા તથા હેમાબેન પટેલે કર્યુ હતું.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: