Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Thursday, Dec 24th, 2009, 2:17 am [IST]  

danik bhaskarજિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં એજન્ટપ્રથા!

ભાસ્કર ન્યૂઝ. પાટણ

ભાસ્કર ન્યૂઝ. પાટણ

પાટણ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજો નોંધાવવાનું પ્રજાજનો માટે માથાના દુ:ખાવા સમાન બન્યું છે. સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ આરટીઓ કચેરી જેવી એજન્ટપ્રથા અનધિકૃત રીતે કામ કરતી થઇ ગઇ હોવાથી પાટણ, હારજિ, ચાણસ્મા, રાધનપુર, સિદ્ધપુરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું કહેવાય છે. જોકે, સત્તાધશિોએ આવા આક્ષેપોને નકારી કાઢયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, હારજિ સબ રજિસ્ટ્રાર દ્વારા બાંધકામની સોસાયટી દસ્તાવેજોના બાંધકામના ભાવ પક્ષકારને મોટી જંગી રકમનો ફાયદો કરી આપ્યો હતો. તેને પગલે આ પ્રકરણ અંગે સ્ટેમ્પ ડÛુટી ઓડિટ કરી નોટિસ અપાયા બાદ સમગ્ર પ્રકરણને દબાવી દેવાના પ્રયત્નો હાથ ધરાઇ રહ્યા છે. વાસ્તવમાં તે પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવે તો સબ રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવેલ કથિત કૌભાંડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.

પાટણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ દસ્તાવેજ કરવામાં રકમ નક્કી થયા મુજબના વજન ટેબલ પર મૂકાયા બાદ કામગીરી હાથ ધરાતી હોવાની હકીકત ચર્ચાસ્પદ બની છે. દસ્તાવેજોમાં પુરાવા રજૂ ન કરેલ હોય તો ત્રણ આંકડાની રકમની ચૂકવણી કરવાથી કામ થઇ જાય છે. તાત્કાલીક દસ્તાવેજ જોઇતા હોય તો તેના પ્રમાણે વજન મૂકવાની સાથે જ દસ્તાવેજ સ્કેન કરી અરજદારને મળી જતાં હોય છે. વર્ષોથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી બિલ્ડરો સાથે સાંઠ-ગાંઠ ધરાવે છે. તેમજ એજન્ટ જેવી ભૂમિકા અદા કરતાં હોય છે.

આજના કમ્પ્યૂટર યુગમાં પણ પુરાવા ન હોય તો પણ દસ્તાવેજ કરવાની કળા આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જોવા મળી રહી છે. જેની તપાસ કરવામાં આવે તો પુરાવાઓ વગર પણ દસ્તાવેજો થતાં હોવાનું કૌભાંડ બહાર આવવા પામે તેમ હોવાનું મનાય છે તેવા સમયે ઉચ્ચસ્તરેથી પાટણ, હારજિ, રાધનપુર, ચાણસ્મા, સિદ્ધપુરની સબરજિસ્ટ્રાર કચેરીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ છે.

સબરજિસ્ટ્રાર કચેરીના સૂત્રો શું કહે છે...

જોકે, રજિસ્ટ્રાર કચેરી પાટણના સૂત્રોએ કથિત ગેરરીતિને નકારી કાઢતાં જણાવ્યું હતું કે, આધાર-પૂરાવા વગર દસ્તાવેજ દરેકમાં થઇ જતો નથી. મોરગેજ, બિલ વગેરેમાં પુરાવાની જરૂર રહેતી નથી. નવેમ્બરથી આધાર-પૂરાવા ફરજિયાત કરાયા છે. તેનું સ્ક્રેનિંગ કરીને ગાંધીનગર વડી કચેરીને મોકલવવા પડે છે. ચાણસ્મામાં ૧લી ઓગસ્ટથી કાયમી જગ્યા ભરી દેવામાં આવી હોવાનું કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: