Thursday, Dec 24th, 2009, 2:17 am [IST]
ચાંદણકીમાં મહાકાળી યજ્ઞનું આયોજન
બહુચરાજી :
બહુચરાજી : તાલુકાના ચાંદણકી ગામે તા. ૨૬થી ૨૭ ડિસેમ્બર દરમિયાન મહાકાળી યજ્ઞનું આયોજન કરાયું છે. ચાંદણકી પરિવાર આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં તા. ૨૬મીને શનિવારના રોજ રાત્રે ૮-૦૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જયારે તા. ૨૭મીને રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. જેની પૂણૉહુતિ સાંજના ૪-૩૦ કલાકે થશે. યજ્ઞના પાટલાનો લાભ ૧૧ યજમાનોએ લીધો છે.











