રેડ રબિન એકસપ્રેસ રાજકોટમાં રોકાણ કરશે
રેડ રબિન એકસપ્રેસ તેના બીજા તબક્કામાં ગુજરાતમાં ૧૫ દિવસ માટે આવી રહી છે તે રાજકોટમાં તા. ૨૮ થી ૩૦ ત્રણ દિવસ ભકિતનગર રેલવે સ્ટેશને મૂકાશે અને તેના માધ્યમથી એઇડ્સના રોગમાં સંભાળ, સહકાર, સારવારની વગિતો અંગે વિધ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે.
રેડ રબિન એકસપ્રેસ તેના બીજા તબક્કામાં ગુજરાતમાં ૧૫ દિવસ માટે ફરી આવી રહી છે. આ ટ્રેન તા. ૨૦ ના પાલનપુરથી ગુજરાતમાં પ્રવેશશે અને તા. ૩ જાન્યુના અમદાવાદથી વિદાય લેશે.આ ટ્રેન રાજકોટમાં તા. ૨૮ થી તા. ૩૦ દરમિયાન ભકિતનગર રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નં. ર પર મુકાશે. ટ્રેનના પ્રથમ કોચમાં એઇડ્સનું શૈક્ષણિક પ્રદર્શન, ટચ સ્કિન, ૩-ડી મોડેલ, િદ્વતીય કોચમાં એઇડસના રોગમાં સંભાળ, સહકાર અને સારવારની વગિતો તેમજ તૃતીય કોચમાં એઇડસની સામાજિક વિકાસમાં અને બીજાક્ષેત્રો સાથેની અસરોનું શૈક્ષણિક પ્રદર્શન, ચતુર્થ કોચમાં આરોગ્ય, સ્વચ્છતા, ચેપી રોગો જેવા કે સ્વાઇન ફલૂ, ક્ષય, પ્રજનન, બાળ આરોગ્યની માહિતી અપાશે.ડબ્બા નં. ૧ માં પ્રવેશ અને પ માં બહાર જવાનો રસ્તો છે. એક વ્યકિતને આ પ્રદર્શન નહિાળતા ૨૦ મિનિટ જેટલો સમય લાગે છે. પ્રદર્શન નહિાળવાનો સમય સવારે ૯ થી સાંજે પ સુધીનો રહેશે.વાંકાનેરમાં આ ટ્રેન તા. ૨૬ અને તા. ૨૭ ના પ્લેટફોર્મ નં. ૪ પર આવશે જેનું ઉદઘાટન
તા. ૨૬ ના સવારે ૯ વાગ્યે કરાશે.










