લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ
દેવગઢ બારિયા તાલુકાના ગામડી ગામમાં રહેતી એક સગીરા તારીખ ૧૬ ડિસેમ્બરના રોજ કોઇ કામ અથેg નીકળી હતી. તે સમયે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બલીપુરામાં રહેતો શંકરભાઇ કાળુભાઇ કોળી સગીરાને પત્ની બનાવવાના ઇરાદે ભોળવી પટાવીને અપહરણ કરી ભાગી ગયો હતો. શોધખોળ કરવા છતાં પુત્રીનો પતો ન લાગતાં પિતાએ અપહરણ કરનાર શંકરભાઇ કાળુભાઇ કોળી વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી ઉઠાવગીરની ધરપકડના ચક્રો ગતિમાન
કયૉ છે.










