બેટ્સમેનો પર વિજયનો મદાર રહેશે : બાઇલિસ
શ્રીલંકન કોચ ટ્રેવર બાઇલિસે શ્રેણીને જીવંત રાખવા માટે પોતાના બેટ્સમેનોને ભારત સામે ગુરુવારે રમાનારી મેચમાં સ્કોરબોર્ડ ઉપર જંગી સ્કોર ખડકવાની તાકીદ કરી છે. પ્રવાસી ટીમે શ્રેણીમાં અત્યાર સુધી સારી બેટિંગ કરી છે પરંતુ કટક ખાતેની ત્રીજી મેચમાં રકાસ થવાના કારણે તે ભારતને માત્ર ૨૪૦ રનનો આસાન લક્ષ્યાંક આપી શકી હતી.
બાઇલિસે જણાવ્યું હતું કે કટક મેચમાં અમે એક સમયે ૩૦૦ કરતાં વધારેનો સ્કોર નોંધાવવાની આશા રાખતા હતા પરંતુ અમે તકનો લાભ ઉઠાવી શકયા નહોતા, તેથી શ્રેણીને ૨-૨થી સરભર કરવા માટે અમારે જંગી સ્કોર નોંધાવીને યજમાન ટીમને દબાણમાં લાવવી પડશે. કોઇ પણ ટીમ દબાણમાં આવે છે ત્યારે તે વેરવિખેર થઇ જાય છે.










