Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Thursday, Dec 24th, 2009, 12:17 am [IST]  

danik bhaskarડરબનમાં સ્ટેઇનનું રમવું શંકાસ્પદ

Agency, Durban

સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેઇનનું ૨૬મી ડિસેમ્બરથી ઇંગ્લેન્ડ સામે ડરબન ખાતે રમાનારી બીજી ટેસ્ટમાં રમવું શંકાસ્પદ બન્યું છે. જાંઘના સ્નાયુઓ ખેંચાઇ જવાના કારણે સ્ટેઇન પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો નહોતો.



સાઉથ આફ્રિકન ટીમ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે સ્ટેઇન ઇજામાંથી મુકત થઇ રહ્યો છે અને તે પોતે પણ બીજી ટેસ્ટમાં રમવાની આશા ધરાવે છે. સ્ટેઇને જણાવ્યું હતું કે ઇજામાંથી હું લગભગ મુકત થઇ ગયો છું અને ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં રમવાની મને આશા છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: