Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Wednesday, Dec 23rd, 2009, 5:39 pm [IST]  

danik bhaskarશેન બોન્ડે ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો

Agency, Wellington

ન્યૂઝીલેંડના ફાસ્ટ બોલર શેન બોન્ડે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધી છે પરંતુ તે વનડે અને ટ્વેન્ટી-20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.



34વર્ષના બોન્ડે પાકિસ્તાનની વિરૂદ્ધ પહેલા ટેસ્ટમાં પેટના સ્નાયુઓમાં આવેલી ઇજાને કારણે પાછા હટવું પડ્યું હતું. તપાસ બાદ ખબર પડી હતી કે બોન્ડને થયેલી ઇજાને કારણે તેને લાંબો આરામ લેવો પડશે. બોન્ડે ટેસ્ટ ક્રિકેટથી સન્યાસ લેવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ તેમના માટે એક કઠિન ફેસલો હતો.



ન્યૂઝીલેંડ ક્રિકેટના એક અખબારે બોન્ડના હવાલેથી જણાવ્યું હતું કે તે હંમેશાથી પોતાને ટેસ્ટ બોલર માનતો રહ્યો છે અને પાછલા મહિને ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરીને તે ખુબ સારૂં મહેસુસ કરી રહ્યો હતો.



બોન્ડે કહ્યું હતું કે, "મેં ટેસ્ટ મેચમાં ફિટનેસ હાંસલ કરવા માટે ખુબ મહેનત કરી છે. પાછલા બે વર્ષો સુધી હું તેના પર મહેનત કરી રહ્યો હતો. પરંતુ મને થયેલી મોટાભાગની ઇજા ટેસ્ટ મેચ રમતા થઇ છે. મારૂં શરીર મને આ સ્તરે ટેસ્ટ ક્રિકેટ રમવાની અનુમતી નથી આપતું."



બોન્ડે કહ્યું હતું કે, "મારા માટે આ એક કઠોર ફેંસલો હતો કારણકે ટેસ્ટ મારા માટે સર્વોપરી છે. પરંતુ હું ખુશ છું કારણકે મેં એક સાચો નિર્ણય લીધો છે."

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: