Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Dec 23rd, 2009, 2:56 am [IST]  

danik bhaskarતકેદારી રાખવા શાળાઓને ફરી સૂચના

Bhaskar News, Rajkot

સ્થાનિક એટમોસ્ફિયરમાં ભળી ચૂકેલા સ્વાઇનફલૂ વાયરસે હાહાકાર મચાવી દીધો છે, મિશ્ર હવામાન અને વરસાદ પડતા વધેલા ભેજને કારણે સ્વાઇનફલૂનો પંજો હજુ પણ વિકરાળ બનવાની શકયતા છે. ત્યારે, આરોગ્ય તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતા છાત્રો માટે ફરી સૂચના જારી કરવામાં આવી છે.



જયારે સ્વાઇનફલૂનું આક્રમણ થયું ત્યારે જ શાળાઓ માટે જરૂરી સૂચનાઓ કેન્દિ્રય આરોગ્ય મંત્રાલય અને રાજય સરકાર દ્વારા જારી કરી દેવામાં આવી હતી. જો કે, વારતહેવારો અને પ્રસંગોના કારણે લોકાના મનમાંથી સ્વાઇનફલૂની મહામારીનો ભય ચાલ્યો ગયો એટલે સાવચેતી લેવાનું પણ ભૂલાઇ ગયું હોય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને જેનામાં રોગપ્રતિકારક શકિત ઓછી હોય એવા સામાન્ય લાગતા બાળકોનું પરએનું જોખમ વધુ રહે છે.



બાળકો શાળામાં એકત્ર થાય ત્યારે એકબીજાના સંપર્કમાં આવે એટલે સ્વાઇનફલૂના ફેલાવાનું જોખમ વધુ રહે છે. આવા કારણોસર ફરીથી સૂચનાઓ જારી કરવા મ્યુ. કમિશનર દિનેશ બ્રહ્મભટ્ટ દ્વારા આદેશ કરાયો છે.



શાળામાં આવતા બાળકોને શરદી ઉધરસ સાથે તાવ હોવાનું જણાય તો એને તત્કાલ રજા આપી દેવી. બાળકો જયાં પાણી પીએ છે, એવા નળને વધુ સાફ રાખવા. શરદી-ઉધરસ દેખાયતો તત્કાળ સારવાર લેવડાવી સહિતના મુદે સૂચનાઓ આપવામાં આવી છે.હવે, શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા જનજાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: