Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Dec 23rd, 2009, 2:56 am [IST]  

danik bhaskarપાલિકા પ્રમુખના રાજીનામાની માગ

Bhaskar News, Ankleshwar

\'ankleshwar\'અંકલેશ્વર નગર સેવાસદનની સામાન્ય સભામાં કર્મચારીઓને સિનીયોરીટીના આધારે બઢતી અને પગાર વધારાના મુદ્દે શાસક પક્ષે પ્રમુખ સામે વિરોધ પક્ષના સભ્યની મદદથી બહુમતી સાથે દરખાસ્ત મંજુર કરાવવા સભામાં સોપો પડી ગયો હતો.



પાલિકા પ્રમુખ લઘુમતિમાં મુકાતા વિરોધ પક્ષે નૈતિકતાના ધોરણે રાજીનામાની માંગણી કરી હતી. મંગળવારે અંકલેશ્વર નગર સેવાસદનની સામાન્ય સભા મળી હતી. જેમાં નગરના વિવિધ ર૩ જેટલા પ્રશ્નો મુકવામાં આવ્યા હતા.



અંકલેશ્વરમાં રાજય સરકારે પ૦ માં સ્થાપના દિનના અવસરે સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રી દ્વારા નગર સેવાસદનના વિસ્તારના સવાôગી વિકાસના હેતુસર અંકલેશ્વર નગર સેવાસદનને ૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાની જાહેરાત કરાઇ હતી.



સાથે વ્યવસાય વેરામાંથી ફાળવામાં આવેલા રૂપિયા પર લાખની ગ્રાંટમાંથી શહેરના ડ્રેનેજ ઉપરા઼તનાં કામો ૭પ લાખ રૂપિયા આદિવાસી ગરીબ તેમજ સ્લમ વિસ્તરોમાં રસ્તા, પાણી, ડ્રેનેજ જેવા કામો માટે, ચીકુવાડી વિસ્તારમાં પાણીના નિકાલ માટેની પાઇપલાઇનની સમસ્યા હલ કરવાના હેતુસર રૂપિયા ૭ લાખના ખર્ચે નિર્માણ કાર્ય માટે મંજુરી આપવામાં આવી હતી.



રામકુંડ વિસ્તારને જોડતા ૬ લાખના ખર્ચે રસ્તાના કામો ઉપરાંત અન્ય પ૦ લાખની ગ્રાન્ટ મળી કુલ ૧૦ કરોડ રૂપિયાના વિકાસના કામો મંજુરની મોહર મારવામાં આવી હતી.



વિપક્ષની પાલિકા પ્રમુખના રાજીનામાની માગ



નગર સેવાસદનના વિરોધ પક્ષે પ્રમુખને નૈતિકતાના ધોરણે રાજીનામાની માંગણી કરી હતી. ચંપાબહેન વસાવા આ અંગે તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લઘુમતીમાં મુકાઇ છું. આ અંગે હું પક્ષના મોવડીને જાણ કરીશ તેવો જે નિર્ણય કરશે તે માન્ય છે.



આ અંગે હીરાલાલ મોદી આ કામમાં કેટલાક સીનીયર માણસોની અવગણના થતી હોવાના કારણે મે આ કામ બોર્ડમાં મુકાવ્યું અને મતદાન કરાવ્યું જેમાં સર્વાનુમતે મંજુર કરવા પ્રશ્ન નથી. માત્ર નગર સેવાસદન રીતમાં આ મંજુર કરવામાં આવ્યું છે.



પ્રમુખની વિરુદ્ધમાં જઇ મતદાન



નગર સેવાસદનના નિયામક દ્વારા ૧૭ મી સપ્ટેમ્બરના પરીપત્ર મુજબ નિયમોને આધારે સિનિયોરીટી મુજબ નગર પાલિકા કર્મચારીઓને બઢતી તેમજ પગાર ધોરણ નક્કી કરવું જે મુદ્દે નગર સેવાસદનના પ્રમુખ ચંપાબહેન વસાવા સામે તેમના જ સાથી સભ્ય હિરાલાલ મોદી દ્વારા પગાર સ્કેલ તેમજ ગુણવત્તાના આધારે બઢતી તેમજ પગાર મંજુર કરવાની સુધારાની દરખાસ્ત વિરોધ પક્ષના સભ્યો મળી કુલ ૧૭ મત જયારે પ્રમુખને મળેલ આ કામમાં ૯ મત વડે મંજુર કરાવતા ફરી એકવાર નગર સેવાસદનમાં વિરોધનો મધપુડો છંછેડાયો હતો.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: