Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Dec 23rd, 2009, 4:25 am [IST]  

danik bhaskarભરૂચ તાલુકા ભાજપાના પ્રમુખની કરાયેલી વરણી

Bhaskar News, Bharuch

ભરૂચ જિલ્લા ભાજપાના ૧૩ સંગઠનોમાં પ્રથમ વખત ૩૩ ટકા મહિલા અનામતના નિયમ અનુસાર મહિલાઓને સ્થાન અપાયુ છે. સોમવારે ભરૂચ તાલુકા ભાજપાના પ્રમુખ અને મહામંત્રીની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. હવે ટૂંક સમયમાં તમામ સંગઠનના હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખની વરણી કરાશે.

ભરૂચ તાલુકા ભાજપાના પ્રમુખ તરીકે આમદરા ગામના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મહામંત્રી તરીકે વિજય પટેલની નિમણુક પાર્ટીએ કરી છે. જિલ્લાના ૧૩ સંગઠનોમાં પ્રમુખની વરણી બાદ હવે હોદ્દેદારોની નિમણુકની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે.

જિલ્લા ભાજપા દ્વારા તૈયાર કરાયેલી હોદ્દેદારોની યાદીને પ્રદેશમાં મોકલવામાં આવશે. ભાજપાના આગેવાનો અને કાર્યકરોની હવે મીટ જિલ્લા પ્રમુખની વરણી ઉપર મંડાઇ છે. ભરૂચ જિલ્લા ભાજપાના પ્રમુખ બળવંતસિંહ ગોહિલે જણાવ્યુ કે, સંગઠન પર્વ અંતર્ગત જિલ્લામાં તમામ સંગઠનોના પ્રમુખની જાહેરાત બાદ હોદ્દેદારોની નામાવલી તૈયાર કરી દેવામાં આવી છે.

જેને પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવશે જયાં પ્રદેશ સંરચના અધિકારી સત્તાવાર જાહેરાત કરશે. સ્થાનિક કક્ષાએ સંગઠન રચનામાં પક્ષના બંધારણ મુજબ ૩૩ ટકા મહિલા અનામતનું ચુસ્ત પાલન કરી મહિલાઓને સંગઠનમાં હોદ્દો અપાયો છે.

જેમાં અનુસુચિત જાતિ તેમજ જનજાતિની મહિલાઓનો પણ સમાવેશ થયો છે. હવે ભરૂચ શહેરના તમામ સંગઠનોના મંતવ્યોના આધારે સર્વાનુમતે જિલ્લા પ્રમુખની વરણી કરાશે

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: