Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Dec 23rd, 2009, 2:56 am [IST]  

danik bhaskarશહેરનું તાપમાન એક ડિગ્રી ઘટતાં ફરી ઠંડીના અણસાર

Bhaskar News, Surat

છેલ્લા પાંચ દિવસથી સતત તાપમાનમાં થઇ રહેલા વધારામાં મંગળવારે અચાનક બ્રેક લાગી હતી અને મંગળવારે દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થયો હતો. દિવસના તાપમાનમાં જયાં સામાન્ય વધારો થયો હતો ત્યાં રાત્રિના તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થયો હતો.



મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન ૩૨.૧ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ૨૨ ડિગ્રી સેિલ્સયસ નોંધાયુંહતું. જયારે ભેજનું પ્રમાણ ૩૬ ટકા અને પ્રેશર ૧૦૧૪.૧ મિલિબાર નોંધાયું હતું. આ ઉપરાંત મંગળવારે પવન ઉત્તર પિશ્ચમ દિશામાંથી ૪ કિમીની ઝડપે ફૂંકાયો હતો.



અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસથી શહેરના તાપમાનમાં સતત ફેરફાર થઇ રહ્યો હતો, જેના કારણે રાત્રિનું તાપમાન ૧૫ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું તેથી શહેરમાં ઠંડીનું મોજૂં ફરી વળ્યું હતું. ગત ૧૯મી ડિસેમ્બરથી તાપમાનમાં વધારો થવાની શરૂઆત થઈ તેના કારણે શહેરમાંથી ઠંડી બિલકુલ ગાયબ થઇ ગઇ હતી.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: