Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Dec 23rd, 2009, 2:50 am [IST]  

danik bhaskarરતનવીર નેચર કયોર સેન્ટરના પ્રાકૃતિક ચિકિત્સકને એવોર્ડ

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન(આઇએનઓ) અને સેન્ટ્રલ કાઉિન્સલ ફોર રિસર્ચ ઇન યોગ એન્ડ નેચરોપેથી (સીસીઆરવાયએન) ના સંયુકત ઉપક્રમે પ્રાકૃતિક ચિકિત્સા અને યોગનું બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન મણીનગર અમદાવાદ સ્વામિનારાયણ સંસ્થાન માં યોજાયું હતું. સૂયૉ ફાઉન્ડેશન અને સૂયૉ રોશની લીમીટેડના ચેરમેન જયપ્રકાશ અગ્રવાલ અને સેન્ટર કાઉિન્સલ ફોર રિસર્ચ ઇન યોગ એન્ડ નેચરોપેથીના ડિરેકટર ડો. ચિદાનંદમૂતિg હાજર રહ્યા હતા.

મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોના હસ્તે કુદરતી ઉપચાર ક્ષેત્રે રાહત દરે સેવાઓ આપતા તથા સેમીનારો દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય જાગૃતિ જગાડવા બદલ બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત રતનવીર નેચરકયોર સેન્ટરને તેમજ પ્રજાપિતા બ્રહ્નાકુમારી કેન્દ્ર(આબુ) ના સરલાદીદીના હસ્તે નેચરકયોર સેન્ટરના સેવાભાવી ડો.શૈલેન્દ્ર ચતુર્વેદીને વ્યકિતગત એવોર્ડ આપવામાં આવ્યો હતો.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: