Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Dec 23rd, 2009, 4:12 am [IST]  

danik bhaskarરેન્કિંગ-કમાણીમાં ધોની અવ્વલ

Agency, New Delhi

રૂ. ૪.૬૬ અબજની કમાણી સાથે ગોલ્ફર ટાઇગર વૂડ્સ વિશ્વનો સૌથી ધનિક સ્પોર્ટ્સ પર્સન



ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની મહેન્દ્રસિંહ ધોની ૨૦૦૯માં વધારે પડતો સમય વિશ્વમાં નંબર-૧ વન-ડે બેટ્સમેન રહેવા ઉપરાંત કમાણીના મામલે પણ તેણે વિશ્વક્રિકેટના અન્ય ક્રિકેટરોને પાછળ રાખી દીધા છે.

આ ઉપરાંત ગોલ્ફર ટાઇગર વુડ્સ, ફૂટબોલર ડેવિડ બેકહામ તથા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ચાલુ વર્ષે પોતપોતાની રમતમાં તથા જાહેરખબરો અને સ્પોન્સરશિપ દ્વારા ખાસ્સી કમાણી કરી છે. ધોનીએ ભારતીય ક્રિકેટ બોર્ડ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ ઉપરાંત વિવિધ કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચાલુ વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી છે.

ધોની એક વર્ષમાં એક કરોડ ડોલરની આવક કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. ક્રિકેટરોની આ કમાણીમાં તેમની જાહેરખબરોની આવકનો પણ સમાવેશ થાય છે. જોકે ગોલ્ફર, ફૂટબોલર તથા ટેનિસ ખેલાડી માત્ર પોતાની રમતના આધારે વધારે કમાણી કરે છે. ટાઇગર વુડ્સ વર્ષના અંત ભાગમાં ગોલ્ફ કોર્સની બહારના વિવાદોના કારણે ચર્ચાસ્પદ બન્યો છે. વિશ્વના પ્રથમ ક્રમાંકિત ગોલ્ફર વુડ્સે લગભગ ૫૧ કરોડ, ૨૫ લાખ રૂપિયા (૧૦,૯૪૮,૦૫૪ ડોલર)ની આવક કરી છે.

dhoniવુડ્સે માત્ર સ્પોન્સરશિપ વડે નવ કરોડ ૨૦ લાખ ડોલર અને ચાલુ વર્ષે કુલ ૯૯,૭૩૭,૬૨૬ ડોલર (લગભગ ચાર અબજ ૬૬ લાખ રૂપિયા)ની આવક કરી છે. ભારતના જયોતિ રંધાવાએ લગભગ બે કરોડ ૪૦ લાખ રૂપિયા, શિવકપૂરે લગભગ બે કરોડ રૂપિયા અને ગગનજિત ભુલ્લરે લગભગ એક કરોડ ૫૬ લાખ રૂપિયાની ઇનામી રકમ મેળવી છે.

ટેનિસમાં રોજર ફેડરરનું વર્ચસ્વ જળવાઇ રહ્યું છે. એટીપીના અનુસાર સ્વિટ્ઝર્લેન્ડના આ ખેલાડીએ માત્ર રમત દ્વારા ૮૭ લાખ ૬૮ હજાર ડોલરની આવક કરી છે. ફોર્ચ્યુન મેગેઝિનના અનુસાર ફેડરરની આવક લગભગ એક અબજ ૩૮ કરોડ રૂપિયા (બે કરોડ ૯૫ લાખ ડોલર)ની છે.

રફેલ નાદાલ અને સેરેના વિલિયમ્સે પણ ટેનિસની વિવિધ ટૂર્નામેન્ટ દ્વારા લગભગ ૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતના લિએન્ડર પેસે લગભગ બે કરોડ ૭૭ લાખ તથા મહેશ ભૂપતિએ બે કરોડ ૩૧ લાખ રૂપિયાની આવક કરી છે. સાનિયા મિર્ઝા પણ કમાણીના મામલે પાછળ રહી નથી, તેણે એક કરોડ અને ૬૮ લાખ રૂપિયા કરતાં વધારે ઇનામી રકમ પ્રાપ્ત કરી છે.

ફૂટબોલરોમાં પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માત્ર રમત દ્વારા એક વર્ષની કમાણી લગભગ ૭૪ કરોડ ૫૬ લાખ રૂપિયા (૧૧,૧૦૦,૦૦૦ યૂરો ડોલર) કરી છે. આવકમાં ડેવિડ બેકહમ પણ પાછળ રહ્યો નથી અને તેણે વાર્ષિક ચાર કરોડ ૫૨ લાખ ડોલર (લગભગ બે અબજ ૧૧ લાખ રૂપિયા)ની જંગી કમાણી કરી છે. એનબીએ બાસ્કેટબોલ ખેલાડીઓ તથા ઓટો રેસિંગ ડ્રાઇવર્સની કમાણી પણ લગભગ બે અબજ રૂપિયા સુધી પહોંચી ગઇ છે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: