Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Dec 23rd, 2009, 12:16 am [IST]  

danik bhaskarઉશ્કેરણી કરતા ખેલાડીને પણ કડક સજા કરો : કુંબલે

Agency, New Delhi

\'kumble\'આઇસીસી મેચ રેફરી ઘણી વાર પક્ષપાત કરતા હોવાનો કુંબલેનો આક્ષેપ



મેચ દરમિયાન હરીફ ટીમના ખેલાડીઓને ઉશ્કેરતા ક્રિકેટરોને પણ કડક સજા થવી જોઇએ પરંતુ આઇસીસીના મેચ રેફરી આ પ્રકારનું વર્તન કરનારા ખેલાડીઓ પ્રત્યે ઘણી વખત રહેમ દાખવતા હોય છે તેવો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ આક્ષેપ કર્યો હતો.



કુંબલેએ જણાવ્યું હતું કે ટેસ્ટ કે વન-ડે મેચ દરમિયાન હરીફ ખેલાડીઓને ઉશ્કેરતાં વિવિધ ક્રિકેટરોને પૂરતી સજા મળતી નથી અને આ ન્યાય નથી. પર્થ ખાતે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના બ્રેડ હેડિન અને શેન વોટ્સને વેસ્ટ ઇન્ડીઝના સુલેમાન બેનને ઉશ્કેર્યો હતો પરંતુ મેચને અંતે બેન પર પ્રતિબંધ લાગી ગયો અને ઓસ્ટ્રેલિયાના બંને ખેલાડીને માત્ર મેચ ફીનો દંડ કરવામાં આવ્યો હતો. જે યોગ્ય નથી.



અનિલ કુંબલેએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ખેલાડી વારંવાર આ રીતે સજામાંથી બચી જતાં હોય છે જ્યારે હરીફ ટીમના ખેલાડીઓ પર મેચ ફીની રકમના દંડથી લઇને પ્રતિબંધ સુધીની સજા ફરમાવવામાં આવતી હોય છે.



ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનારા કુંબલેએ એક ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે દિલ્હીમાં રમાયેલી એક ટેસ્ટમાં આ જ પ્રકારની એક ઘટનામાં ભારતીય ઓપનર ગૌતમ ગંભીર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જ્યારે શેન વોટ્સનને માત્ર મેચ ફીનો દંડ જ કરાયો હતો.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: