Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Sunday, Dec 20th, 2009, 2:52 pm [IST]  

danik bhaskarરાખી ઈચ્છે છે બીજો સ્વયંવર

Agency, Mumbai

rakhi_sawantજો મને બીજી તક મળશે તો હું બીજો સ્વયંવર રચીશ. આ વખતે હું મારા માટે યોગ્ય જીવન સાથી શોધવા માટે મારા પરિવારની પણ મદદ લઈશ, આ શબ્દો છે રાખી સાવંતના.

રાખીએ જણાવ્યું હતું કે યોગ્ય જીવન સાથી શોધવા માટે સ્વયંવર એક મોટી તક છે. પરંતુ મારૂ બદનસીબ છે કે તમામ બાબતો યોગ્ય રીતે થઈ શકી નહીં.

પરંતુ ઈલેશ અને તેના વચ્ચે એવું તો શું ખોટું થયું કે બન્નેના સંબંધોનો અંત આવ્યો? આ અંગે રાખીએ જણાવ્યું હતું કે ઈલેશ પ્રામાણિક નહોતો. તેને નાઈટક્લબમાં જવાનો શોખ હતો. તેણે આ વાત અમારી સગાઈ થયા પછી જણાવી હતી. હું આ પ્રકારની વાત સ્વીકારી શકું નહીં.

તો પછી વહુ બનવાનું કેવું રહ્યું? આ વાત પૂછતા રાખીએ સામે સવાલ કરતા જણાવ્યું હતું કે કેવી વહુ? તેના માતાપિતાએ સગાઈ પણ નહોતી કરી. તેઓ ઈલેશના દબાણના કારણે શોમાં આવ્યા હતા. તેમણે તો મને એકવાર ફોન કરવાની તસ્દી પણ નહોતી લીધી.

તેમ છતાં રાખીને લાગે છે કે તેણે યોગ્ય સાથી પસંદ કર્યો નથી. રાખીએ જણાવ્યું હતું કે ત્યાં આવેલા છોકરાઓ કંગાળ હતા. તેઓને મારી સાથે લગ્ન કરવામાં કોઈ રસ નહોતો. તેઓને ઈનામમાં મળનારા પૈસામાં જ રસ હતો.

પરંતુ જો તેને બીજા સ્વયંવરની તક મળે તો તે શું કરશે? તેવું પૂછતા રાખીએ જણાવ્યું હતું કે આ વખતે હું ધ્યાન રાખીશ કે જે છોકરાને હું પસંદ કરીશ તેને પોતાનું ઘર અને નોકરી હોવી જોઈએ. અને તે મારી પાસે કામની અને તેને મદદ કરવાની અપેક્ષા ના રાખે. મારૂ સ્વપ્ન છે કે હું મારા પતિને મારા હાથે બનાવેલું ટિફિન લઈને કામ પર મોકલું.



  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: