Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Sunday, Dec 20th, 2009, 3:51 am [IST]  

danik bhaskarસ્વાઇન ફલૂના શંકાસ્પદ દરદીનું મોત

Bhaskar News, Rajkot

રાજકોટમાં છેલ્લા પાંચ દિવસમાં સ્વાઇન ફલૂએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. સરેરાશ દરરોજ એક વ્યકિતનું મોત થઇ રહ્યું અને દરદીઓની સંખ્યામાં પણ તોતિંગ ઉછાળો નોંધાયો છે. વધુ એક કિસ્સામાં સ્વાઇન ફલૂના શંકાસ્પદ પ્રૌઢ દરદીનું રિપોર્ટ આવે તે પૂર્વે મૃત્યુ થયું હતું. લેવાયેલા ૮ સેમ્પલમાંથી ત્રણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ગોંડલ રોડ પર માલવિયા કોલેજ પાછળના વિસ્તારમાં રહેતા ભરતભાઇ પરમાર નામના પર વર્ષના પ્રૌઢને શરદી-તાવ લાગુ પડતા અને તબિયત લથડતા શુક્રવારે તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પ્રૌઢમાં સ્વાઇન ફલૂના લક્ષણો દેખાતા કફ-લોહીના સેમ્પલ લઇ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા. પરંતુ, રિપોર્ટ આવે તે પૂર્વે જ તેમનું મોત નીપજયું હતું.

સિવિલ હોસ્પિટલ દ્વારા શુક્રવાર બપોરથી શનિવાર બપોર સુધીમાં આઠ વ્યકિતઓના સેમ્પલ લઇ અમદાવાદ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જે પૈકી ત્રણના પોઝિટિવ અને ત્રણના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. મૃત્યુ પામનાર ભરતભાઇ સહિત બેના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં શુક્રવારે સોમનાથ સોસાયટીના સુથાર વઘ્ધાનું સ્વાઇન ફલૂથી મૃત્યુ થયું હતું. તેમજ કરછના રાપર તાલુકાના સ્વાઇન ફલૂના શંકાસ્પદ દરદીનું પણ મોત નીપજયું હતું. શિયાળો જામતો જાય છે અને સ્વાઇન ફલૂથી મૃત્યુ આંક અને દરદીની સંખ્યા વધતા આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું હતું.

સેમ્પલોની સંખ્યા વધતા રિપોર્ટ આવવામાં મુશ્કેલી વધી

શિયાળો જામતા જ તબીબોએ અગાઉ વ્યકત કરેલી શંકા સાચી પડી રહી છે. સ્વાઇન ફલૂના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે અને આ રોગ ભયંકર સ્વરૂપ ધારણ કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. શરદી-તાવ લાગુ પડતા સ્વાઇન ફલૂની આશંકાએ લોકો હોસ્પિટલ તરફ દોડી જશે. જેના પરિણામે દરરોજ સેમ્પલનું પ્રમાણ પણ વઘ્યું છે. સમગ્ર રાજયમાંથી અમદાવાદ લેબોરેટરી ખાતે સેમ્પલનો ધસારો થતા રિપોર્ટ મોડા મળતા થયા છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: