Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, Dec 20th, 2009, 3:49 am [IST]  

danik bhaskarસૌરાષ્ટ્રમાં મોડી સાંજે વરસાદી ઝાપટાં

Bhaskar News, Gondal

હજુ જોઇએ તેવો શિયાળો જામ્યો નથી ત્યાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ ગોંડલ-વીરપુર વચ્ચે વરસાદી ઝાપટું વરસ્યું હતું. દરમિયાન મોડી રાત્રે રાજકોટમાં પણ છાંટા શરૂ થઇ ગયા હતા. શિયાળામાં વરસાદી છાંટાથી શિતલહેરનું મોજું ફરી વળ્યું હતું, ગગન ગોખેથી વરસાદી ઝાપટાં વરસતાં માર્ગોપર પાણી ચાલતા થયા હતા અને વરસાદને પગલે વાતાવરણ ટાઢુંબોળ બની ગયું હતું.

રાજકોટ નજીક ગોંડલથી જામવાડી, ચોરડી, વીરપુર સુધી મોડીસાંજે વરસાદી માહોલ સર્જાયા બાદ વાદળોથી રહેવાયું ન હોય તેમ વરસી પડયા હતા. જો કે વાતાવરણ સવારથી વાદળિયું તો હતું જ, પરંતુ મોડીસાંજે સતત અડધો કલાક સુધી વરસાદ ચાલુ રહેતાં માર્ગોપર પાણી વહેતાં થયા હતા.

ઠંડીનો ચમકારો તો હજુ જોઇએ તેટલો અનુભવાતો નથી. લોકો હાડ ધ્રુજાવતી ઠંડીની રાહ જોઇ રહ્યાં છે ત્યારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા લોકો પણ સાનંદાશ્ચર્ય અનુભવી રહ્યાં છે. કમોસમી વરસાદને પગલે શિયાળુ પાકને પણ નુકસાન થવાની ભીતિ જાણકારો દર્શાવી રહ્યાં છે.



  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: