Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Sunday, Dec 20th, 2009, 12:14 am [IST]  

danik bhaskarફિલ્ડિંગ કોચ ખેલાડીઓને રાતોરાત જોન્ટી રોડ્સ ના બનાવી શકે : ધોની

Agency, Nagpur

dhoniવર્તમાન ભારતીય ટીમ ફિલ્ડિંગમાં સર્વશ્રેષ્ઠ નથી, ભારત પાસે એક પણ ઉચ્ચ સ્તરીય ફિલ્ડર નથી, રાતોરાત સારા ફિલ્ડર બનાતું નથી



શ્રીલંકન ટીમ સામે શુક્રવારે રમાયેલી બીજી વન-ડેમાં ત્રણ વિકેટે મળેલા પરાજય બાદ ખેલાડીઓની નિરાશાજનક ફિલ્ડિંગ બાદ ભારતીય સુકાની ધોનીએ જણાવ્યું હતું કે તેની ટીમની બોલિંગ તથા બેટિંગ સર્વશ્રેષ્ઠ છે પરંતુ ફિલ્ડિંગનું સ્તર હજુ પણ નીચલા સ્તરનું છે.



ધોનીએ કબૂલાત કરી હતી કે ભારતીય ટીમ માટે ફિલ્ડિંગ કોચની નિમણૂક કરવામાં આવી છે પરંતુ સાઉથ આફ્રિકાના મહાન ફિલ્ડર જોન્ટી રોડ્સ જેવા ફિલ્ડર એક જ રાતમાં તૈયાર કરી શકાતા નથી. ભારતીય ટીમમાં એવા કેટલાક ખેલાડીઓ છે જેઓ ફિલ્ડિંગમાં શ્રેષ્ઠ નથી. વિશ્વક્રિકેટનો સર્વશ્રેષ્ઠ ફિલ્ડિંગ કોચ પણ ભારતની ફિલ્ડિંગમાં રાતોરાત ફરક લાવી શકે તેમ નથી.



બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયાના નિષ્ણાત ફિલ્ડિંગ કોચ માઇક યંગને શ્રીલંકા સામેની વર્તમાન શ્રેણી તથા અગાઉ રમાયેલી ટ્વેન્ટી૨૦ મેચ માટે રાખવામાં આવ્યો હતો. ધોનીએ જણાવ્યું હતું કે કોચે પ્રત્યેક ખેલાડીને વ્યક્તિગત રીતે નિહાળવો પડશે અને ત્યારબાદ તે તેમનામાં કેટલો સુધારો કરી શકશે તે નક્કી કરશે. એક કોચના આવી જવાથી ખેલાડીઓ રાતોરાત રોડ્સ બની જશે તેવું બનતું નથી. આ બાબત બોલર્સમાં પણ લાગુ પડે છે.



સ્પિનર્સ ઝડપી બોલિંગ કરી શકતા નથી. ધોનીએ ભારપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે ભારત જ્યારે પણ હારે છે ત્યારે ખરાબ ફિલ્ડિંગના મુદ્દાને વધારે ચગાવવામાં અવે છે. કમનસીબે અત્યારે ભારત પાસે સારા ફિલ્ડર્સ નથી. આપણી ટીમ ફિલ્ડિંગમાં નબળી છે તે આપણ કબૂલવું જોઇએ.



ઝડપી બોલર્સે શરૂઆતની દસ ઓવરમાં વધારે સારી બોલિંગ કરવાની જરૂર છે. ભારતે સ્કોરબોર્ડ પર ૨૦થી ૩૦ રન ઓછા નોંધાવ્યા હતા તેમ જણાવીને ધોનીએ પોતાના વિવિધ ક્રમના બેટિંગ ઓર્ડર અંગે જણાવ્યું હતું કે મેં અલગ-અલગ ક્રમે બેટિંગ કરી છે. આંકડા પણ બતાવે છે કે મેં સારા રન બનાવ્યા છે.



ત્રીજી વન-ડે માટે બંને ટીમો કટક પહોંચી



ભારત ભારત અને શ્રીલંકન ક્રિકેટ ટીમોએ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે ૨૧મી ડિસેમ્બરે રમાનારી ત્રીજી વન-ડે મેચ રમવા માટે અહીં શનિવારે આગમન કર્યું હતું, જોકે ભારતીય ટીમ સુકાની મહેન્દ્રસિંહ ધોની વિના આવી પહોંચી હતી. બંને ટીમોએ ચાર્ટર્ડ ફલાઇટ દ્વારા અહીં આગમન કર્યું હતું. સાવચેતીના પગલાંરૂપે એરપોર્ટ પર સમર્થકોની સંખ્યાને ઘ્યાનમાં રાખીને કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: