ઇંગ્લેન્ડ સામે ૩૬૪નો લક્ષ્યાંક
હસિમ અમલાએ નોંધાવેલી સદી વડે સાઉથ આફ્રિકાએ સુપરસ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાતી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમેચના ચોથા દિવસના અંત ભાગમાં સાત વિકેટે ૩૦૧ રનના સ્કોરે પોતાનો બીજો દાવ ડિક્લેર કરીને મેચ જીતવા ઇંગ્લેન્ડને ૩૬૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જેના જવાબમાં ઇંગ્લેન્ડે ચોથા દિવસના અંતે સ્ટ્રાઉસની વિકેટના ભોગે ૧૧ રન બનાવી લીધા હતા અને તેને હજુ બીજા ૩૫૩ રન બનાવવાના છે. અમલાએ ૨૧૩ બોલમાં ૧૦૦ રન નોંધાવ્યા હતા.












