અમદાવાદ-ભરૂચ વચ્ચે ફાઇનલ
ગુજરાત વેટરન્સ ક્રિકેટ એસોસિયેશન દ્વારા રમાતી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રવિવારે એલિકોન એન્જિનિયરિંગ, વિધાનગર ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ વચ્ચે ફાઇનલ રમાશે. અમદાવાદે વલસાડ ડિસ્ટ્રિક્ટને ૨૪ રનથી તથા ભરૂચે સુરતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટે આઠ વિકેટે ૧૮૨ રન નોંધાવ્યા હતા જેમાં આશિષ રાવલ ૪૨, અમિત જોશી ૨, મનોજ આદરેજિયા ૨૮, સંજય લિંબાચિયાએ ૨૬ રનનું યોગદાન આપ્યું હતું. વલ્વલસાડે ૧૫૮ રન રન નોંધાવ્યા હતા જેમાં હિતેષ કેપ્ટનના ૪૯ તથા નઝીમના ૩૯ રન હતા.
આશિષ સોનીએ ૧૩માં ત્રણ, સુરેશ વછેટાએ ૪૧માં ત્રણ તથા આશિષ રાવલે ૨૫માં ત્રણ વિકેટ ઝડપી હતી. અમદાવાદ-નવસારી કવાર્ટર ફાઇનલનો ટૂંકો સ્કોર : નવસારી : ૧૫૯ (રાજેશ ૧૦૮, આશિષ સોની ૩૬માં ચાર, આશિષ રાવલ ૩૨માં ત્રણ, અમિત જોશી ૧૭માં બે, સુરેશ વછેટા ૩૮માં બે). અમદાવાદ : ૮/૧૬૨ (બિમલ જાડેજા ૩૬, મનોજ આદરેજિયા ૩૦, ચેતન માંકડ ૨૦, રાજેશ ૧૭માં બે વિકેટ).










