Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Saturday, Dec 19th, 2009, 5:32 pm [IST]  

danik bhaskarહું ગે છું : ગેરથ થોમસ

Agency, London

રગ્બીના લોકપ્રિય ખેલાડી ગેરથ થોમસે વિશ્વ સમક્ષ પોતાની વાસ્તવિકતા સ્વિકારતા જણાવ્યું હતું કે તે ગે છે. તેણે એ વાત પણ સ્વિકારી હતી કે આના કારણે જ તેના લગ્ન જીવનનું ભંગાણ થયું છે અને તેણે આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી હતી. 100 કેપ્સ પોતાના નામે કરનાર થોમસનું નામ રગ્બીમાં આદરથી લેવાય છે.



તેની આ વાતથી તેના ચાહક વર્ગમાં કદાચ આશ્ચર્યની લાગણી ફેલાઈ શકે છે. પરંતુ પોતે ગે હોવું ખુલ્લા મને સ્વિકારી થોમસ જણાવે છે કે લોકોની પ્રતિક્રિયા અંગે અને આ વાતથી મારા પરિવારના સભ્યો પર છું વિતશે તેનાથી હું ચિંતાતૂર છું.



હું કોઈ ચળવળ શરૂ કરવા જઈ રહ્યો નથી. પરંતુ હું જે છું તેના પર મને ગર્વ છે. મને એવું લાગે છે કે મારે જે કઈ મેળવવું જોઈએ તે મેં મેળવી લીધું છે. જે લોકો ગે છે તેઓ માટે હું એક પોઝિટિવ મેસેજ પણ આપવા માગું છું કે તેઓ પણ આ વસ્તુ કરી શકે છે, તેમ થોમશે જણાવ્યું હતું.



2002માં તેના લગ્ન એમ્મા સાથે થયા હતા. બન્ને વચ્ચેના લગ્નજીવનનો અંત 2007માં આવ્યો હતો.



થોમસ કહે છે કે મેચ પછી ડ્રેસિંગ રૂમમાં મે રડતા રડતા મારી સઘળી કહાની મારા કોચ જ્હોનસનને કરી હતી. તેમના કહેવાથી જ મને ટીમમાં બે સાથી ખેલાડીનો સહકાર મળ્યો હતો.



thomas



thomas



thomas

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: