દિવ્ય ભાસ્કર ટી-૨૦ ચેમ્પિ.માં ક્રિકેટ જગતના મહાનુભાવો હાજરી આપશે
દિવ્ય ભાસ્કર દ્વારા સતત બીજા વર્ષે ટી-૨૦ ક્રિકેટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્રિકેટ જગતના મહાનુભાવો વિશેષ હાજરી આપશે, સાથે મોટી સંખ્યામાં શહેરની વિવિધ શાળાઓના વિધાર્થીઓ પણ મેચ નિહાળવા માટે ઉપસ્થિત રહેશે. મેચમાં ઉદ્દઘાટન પ્રસંગે મેયર બાલુ શુકલા ટોસ ઉછાળીને મેચનો પ્રારંભ કરાવશે.
કાલે શનિવાર તા.૧૯ ના રોજ સવારે ૯-૩૦ કલાકે પ્રથમ મેચ વી.સી. સી.આઇ વિરુદ્ધ ઓમ ઈન્ટરનેશનલ વરચે રમાશે. જયારે બીજી મેચ બપોરે ૨-૦૦ કલાકે સાંડેસરા ગ્રુપ વિરુદ્ધ ઝવેરી સિકયુરીટીઝ વરચે રમાશે.
પ્રથમ મેચમાં વિજેતા ટીમને ઇરફાન અને યુસુફ પઠાણના પ્રથમ કોચ મહેંદી શેખના હસ્તે ઇનામ વિતરણ કરાશે. આ પ્રસંગે પ્રાયોજક નેશનલ સ્પોટ્ર્સના અશોકભાઇ પટેલના હસ્તે પણ ઇનામો અપાશે. બપોરે બીજી મેચમાં વિજેતા ટીમને બરોડા તરફથી ૧૦૧ રણજી મેચ રમેલ જેકોબ માર્ટિનના હસ્તે ઇનામો અપાશે. જયારે પ્રાયોજક કેન આઇના કિર્તીકુમાર દિક્ષીત હાજર રહેશે.
રવિવાર તા. ૨૦ ના રોજ પ્રથમ મેચમાં બીસીસીઆઇના પૂર્વ મંત્રી જયવંત લેલે ના હસ્તે ઇનામ વિતરણ કરાશે. પ્રાયોજકમાં ગણ દેવીકરના ગિરિશભાઇ હાજરી આપશે. બપોરે બીજી મેચમાં બરોડા રણજી ટીમના પૂર્વ કેપ્ટન કોનોર વિલિયમ્સ ના હસ્તે ઇનામો અપાશે. પ્રાયોજકમાં બેન્ક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર પીડી પોટનીસ હાજર રહેશે.
શનિવાર તા. ૨૬ના રોજ પ્રથમ મેચમાં વિજેતા ટીમના પૂર્વ વિકેટ કિપર અને પસંદગી સમિતિના પૂર્વ ચેરમેન કિરણ મોરેના હસ્તે ઇનામો અપાશે. પ્રાયોજકમાં સૂર્યા પેલેસના પિયુષભાઇ પટેલ હાજર રહેશે. બપોરે બીજી મેચમાં ભારતીય ટીમના પૂર્વ બેટધર અતુલ બેદાડે ના હસ્તે ઇનામો અપાશે.
પ્રાયોજક સપ્રેમ ફરાસખાનાના અશોકભાઇ હાજર રહેશે. રવિવાર તા. ૨૭ ના રોજ ગ્રાન્ડ ફાઇનલ મેચ રમાશે. ચેમ્પિયન ટીમને ભારતીય ટીમના પૂર્વ કોચ અંશુમના ગાયકવાડ,અને વિકેટ કિપર નયન મોગિયાના હસ્તે ઇનામ વિતરણ કરાશે. આ પ્રસંગે પ્રાયોજકોમાં સૂર્યા પેલેસના પિયુષભાઇ અને મુખ્ય પ્રાયોજક સાંડેસરા ગ્રૂપના હિતેન્દ્રભાઇ સાંડેસરા હાજરી આપી ઇનામ વિતરણ કરશે.
ક્રિકેટ ચેમ્પિયનશિપ વ્યાવસાયિક અને સામાજીક હિતો માટે આવશ્યક છે
દિવ્ય ભાસ્કર દ્વારા સતત બીજા વર્ષે ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે તે ખુબ આનંદની વાત છે.આ રીતે કોર્પોરેટ વિશ્વમાં એક બીજા સાથે સદ્ભાવનાભર્યા સબંધો વિકસાવવા માટે આવા કાર્યક્રમો યોજાતા રહેવા જોઈએ. રમત-ગમતનો મૂળ હેતુ ખેલભાવના સાથે જોડાયેલો છે. ગળાકાપ સ્પર્ધાના જમાનામાં આ ખેલભાવના ભૂલાતી જાય છે.
આ રીતે કોર્પોરેટ કંપનીઓ એકત્ર થઈને એક બીજા સાથે રમત ગમતના કારણે સબંધો વિકસાવે તે વ્યાવસાયિક અને સામાજીક હિતો માટે આવશ્યક છે. આ ટુર્નામેન્ટને મારી હૃદયપુર્વકની શુભકામના.- ચેતન સાંડેસરા, સાંડેસરા ગ્રુપ ઓફ કંપનીઝ
આ પ્રકારની ક્રિકેટ દ્વારા કોર્પોરેટ કર્મચારીઓ સ્ટ્રેસ ઓછું કરી શકે છે
દિવ્યભાસ્કર દ્વારા યોજનાર ટી-૨૦ ક્રિકેટ ચેમ્પિયનશિપની શહેરના કોર્પોરેટ જગતના મહાનુભાવો દ્વારા મુકત કંથે પ્રસંશા કરવામાં આવી છે. બેન્ક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર પીડી પોટનીસે જણાવ્યું હતું કે શહેરના અગ્રણી અખબાર દિવ્યભાસ્કર દ્વારા ૨૦૦૯માં કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની પહેલ કરીને વિવિધ કોર્પોરેટ ટીમોને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તક આપી છે.
કોર્પોરેટ સેકટરના કર્મચારીઓ ટુર્નામેન્ટમાં ભાગ લઇ તેમનનું સ્ટ્રેસ લેવલ ઘટાડશે અને પરસ્પર મિત્રતા અને ખેલદિલીના ગુણ કેરવશે. આ ટુર્નામેન્ટ દ્વારા અમારા કર્મચારીઓને ઔધોગિક જગતના વ્યકિતઓને મળવાનું પ્લેટ ફોર્મ મળશે. - પીડી પોટનીસ, ડે.જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા











