જીવ મિલ્ખાસિંઘનું લક્ષ્ય : ટોપ ૩૦માં સ્થાન
૨૦૦૯ના વર્ષમાં એવરેજ સફળતા હાંસલ કરનારા ભારતના મોખરાના ગોલ્ફર જીવ મિલ્ખાસિંઘનો લક્ષ્યાંક ૨૦૧૦ના વર્ષમાં વિશ્વના મોખરાના ૩૦ ગોલ્ફરમાં સ્થાન મેળવવાનો છે અને સાથે સાથે ફિટનેસ પણ ટકાવી રાખવાનો છે.
એક મુલાકાતમાં જીવ મિલ્ખાસિંધે જણાવ્યું હતું કે સૌપ્રથમ તો મારે મારી ફિટનેસ જાળવી રાખવાની છે અને એ પછી આગામી વર્ષના અંત સુધીમાં મારે વિશ્વના ટોપ-૩૦ ખેલાડીમાં સ્થાન મેળવવું છે. આ વર્ષ મારા માટે ખાસ સફળતા લાવ્યું ન હતું પરંતુ હવે મારી પાસે યુએસ પીજીએ કાર્ડ છે અને તેને કારણે હું મોખરાના ખેલાડીઓમાં સ્થાન મેળવવાની આશા રાખી શકું છું. આ માટે મેં સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને ૨૦૧૦માં ચોક્કસ આગળ વધીશ.












