Friday, Dec 18th, 2009, 12:24 am [IST]
કોમનવેલ્થ માટે ૪૦ હજાર રૂમની જરૂર
Agency, New Delhi
ભારતની રાજધાનીમાં આગામી વર્ષે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન વિદેશમાંથી આવનારા પ્રવાસીઓ માટે ૪૦ હજાર રૂમની જરૂર પડશે અને અત્યારે માત્ર દસ હજાર રૂમ ઉપલબ્ધ છે.
ભારત સરકાર ગેમ્સમાં ભાગ લેવા આવનારા પ્રવાસીઓને તમામ પ્રકારની સગવડો આપવા માટેની તડામાર તૈયારી કરી રહી છે. ગેમ્સ દરમિયાન બીજાં રાજયોની ટેકસી તથા વાહનવ્યવહારના પ્રશ્નને પણ સરકાર ઉકેલવા માટેની યોજના ઘડી રહી છે.












