અમે નતમસ્તક છીએ
ડી.બી.કોર્પના પબ્લિક ઇશ્યૂને દેશ-વિદેશના રોકાણકારો તરફથી જે પ્રેમ અને સમર્થન મળ્યું છે, તેના પ્રત્યે સમગ્ર ભાસ્કર પરિવાર નતમસ્તક છે. મીડિયા જગત માટે પણ આ એક અભૂતપૂર્વ અને ઉત્સાહ વધારનારો અનુભવ છે કે ભાસ્કરનો પબ્લિક ઇશ્યૂ ૩૯.૫૪ ગણો છલકાઈને મંગળવારે બંધ થયો છે.
ભાસ્કર પરિવાર માટે આ એક એવી જ ક્ષણ છે, જયારે જૂથે રાજસ્થાન, ગુજરાત, મુંબઈ અને હરિયાણા-પંજાબ-ચંદીગઢ વગેરે સ્થળોએ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી આવૃત્તિની શરૂઆત કરી અને વાચકોએ અમારી આશા કરતાં પણ અનેક ગણો પ્રેમ આપ્યો હતો. અમે અમારા તમામ રોકાણકારો, તેમના પરિવારના સભ્યો, વાચકો અને ભાસ્કર જૂથના તમામ હિતેરછુઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તમારો આ પ્રેમ જ હવે અમને વૈશ્વિક સ્તરે નવી ઊચાઇઓ પ્રાપ્ત કરવા માટે શકિત પ્રદાન કરશે.
પબ્લિક ઇશ્યૂને મળેલું સમર્થન એ વાતનો પુરાવો છે કે,અમારી પ્રગતિની દિશા સાચી છે અને અમે અમારા સ્નેહીજનોની કસોટી પર ખરા ઉતર્યા છીએ. ઈશ્વરને એટલી જ પ્રાર્થના છે કે તે અમને ઐટલી શકિત આપે કે અમે તમારા દ્વારા વ્યકત કરાયેલા વિશ્વાસને હંમેશા જાળવી શકીએ. આભાર અને શુભકામનાઓ સાથે
-રમેશચંદ્ર અગ્રવાલ, ચેરમેન, ભાસ્કર જૂથ.











