કપાસ, રૂ-બજાર, સીંગતેલ અને પામ વાયદામાં સુધારો
સારી ડિમાન્ડ અને સાઇડબજારના ટેકે કપાસ અને રૂ બજારમાં સામાન્ય સુધારો જોવાયો હતો. સીંગતેલમાં અને કપાસિયા તેલમાં સામાન્ય સુધારો અને પામોલિનમાં સ્થિરતા હતી. વિદેશની ડિમાન્ડ વધશે તે ધારણાએ એંરડા વાયદામાં સુધારો જોવાયો હતો. જ્યારે પામ વાયદામાં સુધારો હતો.
આજે ઊચા ભાવે કપાસમાં ડિમાન્ડ હતી. આજે ભારતમાં ૧.૮૫ લાખ ગાંસડી અને ગુજરાતમાં ૫૫૦૦૦-૬૦૦૦૦ ગાંસડી આવક હતી. રાજકોટમાં ૧૭૦૦૦-૧૮૦૦૦ મણ આવક અને ભાવ રૂ.૬૭૫-૬૯૯ થયો હતો. કપાસિયા રૂ.૨-૩ વધી રૂ.૨૯૨-૨૯૫, વોશ રૂ.૪૨૭-૪૩૦ અને રૂ બજાર રૂ.૧૦૦ વધી રૂ.૨૬૮૦૦-૨૭૦૦૦ના મથાળે જોવાયું હતું.
ડિમાન્ડ વધતા ખાદ્યતેલમાં સામાન્ય સુધારો હતો. આજે સીંગતેલમાં ૧૫-૨૦ ટેન્કર અને કપાસિયા તેલમાં ૪૦-૪૫ ટેન્કરના કામકાજ હતા. સીંગતેલ લુઝ રૂ.૧૦ વધી રૂ.૫૭૫-૫૮૦, તેલિયા રૂ.૧૬ વધી રૂ.૧૦૫૩-૧૦૫૪, નવા ટીન ૧૫ કિલો રૂ.પાંચ વધી રૂ.૧૧૬૫-૧૧૭૦, ૧૫ કિલો લેબલ ટીન રૂ.પાંચ વધી રૂ.૧૧૪૦-૧૧૪૫, અમદાવાદ તેલિયા ટીન રૂ.૧૧૧૦-૧૧૧૫ અને લેબલ ટીન રૂ.૧૧૬૦-૧૧૮૦ના ભાવે જોવાયું હતું.
કપાસિયા વોશ રૂ.૪૨૭-૪૩૦, કપાસિયા ટીન રૂ.પાંચ વધી રૂ.૭૬૫-૭૭૫, કપાસિયા ૧૫ લિટર રૂ.પાંચ વધી રૂ.૭૧૦-૭૧૫, અમદાવાદ કપાસિયા જૂના ટીન રૂ.૭૬૦-૭૭૦, નવા ટીન રૂ.૭૭૦-૮૦૦ અને પામોલિન રૂ.૬૨૫ના સ્તરે હતું.
યુરોપ અને ચીનની લેવાલી નીકળે તે ધારણાએ એરંડા વાયદો ઉછળ્યો હતો. આજે ગુજરાતમાં ૯૦૦૦ ગુણી આવક અને ભાવ રૂ.૫૬૮-૫૮૦ અને સૌરાષ્ટ્રમાં ૧૨૦૦-૧૩૦૦ ગુણી આવક-ભાવ રૂ.૫૭૩-૫૮૩ થયો હતો. રાજકોટ ડિસેમ્બર એરંડા રૂ.૫૩ વધી ૨૯૧૦, માર્ચ વાયદો રૂ.૫૯ વધી ૨૯૯૫ અને હાજર એરંડા રૂ.૨૨ વધી ૨૮૬૧ના સ્તરે જોવાયો હતો.
મલેશિયા પામ ડિસેમ્બર વાયદો ૧૭ રિંગિટ વધી ૨૪૫૧, જાન્યુઆરી વાયદો ૭ રિંગિટ વધી ૨૪૯૪, ફેબ્રુઆરી વાયદો ૯ રિંગિટ વધી ૨૫૩૦ રિંગિટ અને માર્ચ વાયદો ૧૭ રિંગિટ વધી ૨૫૩૭ રિંગિટ જોવાયો હતો.










