Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Wednesday, Dec 9th, 2009, 2:59 am [IST]  

danik bhaskarસંગીત સંઘ્યામાં ફ્યૂઝન મ્યુઝિક

Shefali chauhan, Ahmedabad

Song‘‘મિલે સૂર મેરા તૂમ્હારા’’ લગ્નના આગલા દિવસની સમી સાંજે સંગીત સંઘ્યામાં હવે ગુજરાતી ગીતોની સાથે સાથે કલાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિકના સૂરોનો પણ મેળાપ થશે. કારણ કે શહેરની મહિલાઓને ઢોલકની સાથે ગિટાર અને કી બોર્ડ વગાડી સંગીત સંઘ્યાને વધારે લાઇવ બનાવવાનો ચસ્કો લાગ્યો છે.



મહિલાઓ હવે પારિવારિક કાર્યક્રમોમાં ડાન્સ પરફોર્મન્સની સાથે વેસ્ટર્ન મ્યુઝિક પણ જાતે જ રજૂ કરવા માંગે છે. શાહીબાગ વિસ્તારમાં આવેલી મ્યુઝિક એકેડમીના હિતેશભાઈ કહે છે કે, ‘સંગીત સંઘ્યામાં વેસ્ટર્ન મ્યુઝિક દ્વારા પરફોર્મ કરી શકાય તે માટે મહિલાઓ ઇન્સ્ટ્રુમેન્ટ શીખી રહી છે.



આ ટ્રેન્ડ છેલ્લાં એક વર્ષથી ચાલે છે.’ અમદાવાદની સંગીત સંઘ્યાને બંગાળી ટ્રેન્ડમાં રજૂ કરવા માટે ૪૯ વર્ષનાં અતશી બંદોપાઘ્યાય કહે છે કે, ‘બંગાળીઓની સંગીત સંઘ્યામાં ઢોલક વાગતા જ નથી. આ માટે હું મારા એક રિલેટિવના લગ્નમાં ઢોલક દ્વારા પરફોર્મ કરી શકું તે માટે છેલ્લાં કેટલાક દિવસથી ઢોલક શીખી રહી છું.’



હવે લગ્નગીતો પણ ઘરના લોકો ગાશે...



લગ્નની સિઝનમાં દીકરીને તેના જન્મથી લઇને વિદાય સુધીની દરેક પળ પરિવાારના સભ્યો ડાન્સ પેરોડી દ્વારા યાદ કરાવતા હોય છે. જ્યારે વહાલના દરિયા જેવી દીકરી માટે હવે પરિવારની મહિલાઓ લગ્નગીતો માટે પણ ટ્રેનિંગ લે છે.



લગ્નગીતો શિખવાડનાર શૈલી પારેખ કહે છે કે, ‘હું છેલ્લાં એક મહિનાથી લગ્ન હોય તેવા પરિવારોની મહિલાઓને લગ્નગીતો શીખવાડી રહી છું. આ મહિલાઓ એ રીતે તૈયારીઓ કરી રહી છે જેથી દીકરીના લગ્ન સમયે સ્ટેજ પર લગ્નગીતો રજૂ કરશે એટલું જ નહીં પરંતુ જાન આવશે ત્યારથી લઇને લગ્નના ફેરા સુધીની દરેક પળના ગીતો રજૂ કરશે.

  share
apne vichaar
post a comment
name:
email:
website:
code:
 
message: