ઈન્ટરનેટ પર હિન્દીનો વ્યાપ વધારવા સ્પર્ધા

ઈન્ટરનેટ પર હિન્દી ભાષામાં મોટાપાયે લેખો અને અન્ય સામગ્ર ઉપલબ્ધ કરાવવાના આશય સાથે વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ દ્વારા સોમવારે એક ઓનલાઈન સ્પર્ધાનું લોન્ચિંગ કરાયું છે.
ગૂગલ ઈન્ડિયાના પ્રોડકટ મેનેજર સંજય જૈને જણાવ્યું હતું કે ‘અભ્યાસ પરથી અમને જાણવા મળ્યું છે કે ઈન્ટરનેટ પર હાલમાં હિન્દી અને ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં બહુ ઓછા પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ છે. આ સ્પર્ધાના માઘ્યમથી અમે ઈન્ટરનેટ પર ઉરચસ્તરની હિન્દી સામગ્રીનું ભંડોળ તૈયાર કરવા માગીએ છીએ.’ ‘હૈ બાતો મે દમ?’ નામથી શરૂ કરાયેલી આ સ્પર્ધામાં ૧૩ વર્ષ વધુ વયની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.
ગૂગલના પોતાના ટ્રાન્સલેશન ટુલની મદદથી સ્પર્ધ અંગ્રેજી શબ્દોને હિન્દી તેમજ ભાષાઓમાં અનુવાદ કરી ઈન્ટરનેટ પર પોતાની સામગ્રી મૂકી શકે છે. આ સ્પર્ધા ૭ ડિસેમ્બર ૨૦૦૯થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૦ સુધી ચાલુ રહેશે અને મનોરંજન, રાજનીતિ, પ્રવાસ, રમતગમત સ્વાસ્થ્ય એમ પાંચ વિભાગમાં સ્પર્ધક પોતાની એન્ટ્રી મોકલાવી શકશે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં અંદાજે ૬ કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે જેમાંથી માત્ર ૧૩ ટકા લોકો અંગ્રેજીમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે જ્યારે બાકીના યુઝર્સ હિન્દી અથવા અન્ય પ્રાદેશિક ભાષામાં નેટસિર્ફંગ વધુ સગવડભર્યું હોવાનું માને છે.










