વીર સાથે રણ અને ઈશ્કિયાં રજૂ નહીં થાય!
22 જાન્યુઆરીના દિવસે એક્શન ફિલ્મોના રસીકો ભરપૂર એક્શન જોવા મળવાની હતી. પરંતુ કાઈટ્સ ફિલ્મે પોતાની રીલીઝ ડેટ પાછી ઠેલવી હતી. તેના બદલે વીર , ઈશ્કિયાં અને રણ ફીલ્મ રજૂ થવાની હતીં. પરંતુ હવે સમાચાર એવા છે કે 22 જાન્યુઆરીએ ઈશ્કિયાં અને રણ રજૂ થવાની નથી.
સૂત્રો અનુસાર રિતિક રોશન અભિનિત કાઈટ્સ, બિગબી અભિનિત રણ અને અરશદ વારસી અભિનિત ઈશ્કિયાં એક સાથે 22 જાન્યુઆરી એ રજૂ થવાની હતી. પરંતુ કાઈટ્સની રજૂઆત બે ત્રણ વીક પાછી ઠેલવવામાં આવી છે.
જો કે કાઈટ્સે પીછેહઠ કરતા સલમાન સ્ટારર વીર, ઈશ્કિયાં અને રણ સાથે રજૂઆત થવાની હતી. જો કે રામ ગોપાલ વર્મની રણ પણ જાન્યુઆરીના બદલે ફેબ્રુઆરી-માર્ચમાં રજૂ થવાની હોવાના અહેવાલ છે. જ્યારે વીરના ખતરનાક પ્રોમોને જોઈને ઈશ્કિયાંની રજૂઆત પણ પાછી ઠેલવામાં આવી છે.
જો કે આ બોલિવુડ છે અહીંયા છેલ્લા 11 કલાકમાં રજૂઆતની તારીખ બદલી નાંખવામાં આવે છે તેથી આશા રાખીએ કે 22 જાન્યુઆરીએ વીરની સાથે રણ અને ઈશ્કિયાં ફીલ્મ પણ દર્શકો જોવા મળે.










