પામેલાએ કોન્ટ્રાક્ટરના સાધનો લઈ લીધા
પામેલા એન્ડરેસન હંમેશા વિવાદો સર્જતી હોય છે. કોર્ટે હાલમાં જ તેને સમન્સ પાઠવ્યું હતું.
પામેલા પર આરોપ મુકવામાં આવ્યો છે કે, તેણે કોન્ટ્રાક્ટરના સાધનો પાછા આપ્યા નથી. બેવોચની જાણીતી સ્ટાર પામેલા પર આરોપ મુકવામાં આવ્યો છે કે, તેણે પોતાનું ઘર રિનોવેટ કરાવ્યું ત્યારે કોન્ડે કન્સ્ટ્રક્શન કંપનીના સાધનો પરત કર્યા નથી.
કંપનીએ પામેલા પર 5000 ડોલરનો દાવો માંડ્યો છે અને સાધનો પરત માંગ્યા છે.
42 વર્ષીય પામેલા પોતાના બાળકો સાથે ટ્રેઈલર પાર્કમાં રહે છે. આ વર્ષની શરૂઆતમાં પામેલાએ પોતાનું ઘર રિનોવેટ કરાવ્યું હતું. કેસની આગામી સુનાવણી 18 ડિસેમ્બરના રોજ થશે.












