૨૫ એપ્રિલે પરીક્ષા ન યોજવા ગુજ. બોર્ડને તાકીદ
સીબીએસઇ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડને પત્ર લખી ૨૫ એપ્રિલના રોજ કોઇ પરીક્ષા ન યોજવા તાકીદ કરી છે. ૨૫ એપ્રિલના રોજ સીબીએસઇ બોર્ડ દ્વારા ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ-આર્કિટેકચર એન્ટ્રન્સ એકઝામ (એઆઇઇઇઇ)ની પરીક્ષા યોજવાની હોઇ તે વખતે અન્ય પરીક્ષા ન યોજવા સુચન કયું છે. બે વર્ષ અગાઉ ગુજકેટની પરીક્ષા અને એઆઇઇઇઇની પરીક્ષાન તારીખો કલેસ થતી હોઇ બોર્ડ દ્વારા પત્ર લખવામા આવ્યો હોવાનુ જાણવા મળે છે.
પ્રાપ્ત માહીતી અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ) દ્વારા એઆઇઇઇઇની પરીક્ષાની તારીખો જાહેર કરવા આવી છે. તે મુજબ હવે સમગ્ર દેશમા ૨૫ એપ્રિલના રોજ આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષામા સમગ્ર દેશમાથી મોટી સંખ્યામા વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહેતા હોઇ રાજયની પરીક્ષા યોજતી સંસ્થાઓને આ દિવસે કોઇ પરીક્ષા ન યોજવા બોર્ડ દ્વારા તાકીદ કરાઇ છે.
સીબીએસઇના સ્પે. એકઝામ સેલના એચઓડી પિતમ સિંઘે ગુજરાત બોર્ડના સેક્રેટરીને ઉદેશીને લખેલા પત્રમા જણાવ્યુ છે કે, સીબીએસઇ બોર્ડ દ્વારા ૨૫ એપ્રિલના રોજ સમગ્ર દેશમા એઆઇઇઇઇની પરીક્ષા યોજવાનુ આયોજન કરવામા આવ્યુ છે. જેથી ગુજરાત બોર્ડને તાકીદ કરવામા આવે છે કે, આ દિવસે અન્ય કોઇ પરીક્ષા યોજવી નહી જેથી પરીક્ષા કલેસ થાય.
બે વર્ષ અગાઉ જયારે સીબીએસઇ બોર્ડ દ્વારા એઆઇઇઇઇની પરીક્ષાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, ત્યારે ગુજરાત બોર્ડની ગુજકેટની પરીક્ષા અને એઆઇઇઇઇની પરીક્ષાની તારીખો વચ્ચે કલેસ થતુ હોઇ ભારે વિવાદ થયો હતો. જેના પગલે ગુજરાત બોર્ડ દ્વારા પ્રેકટીકલની પરીક્ષાના સમયમા ફેરફારપણ કર્યો હતો. પરંતુ ચાલુ વર્ષે આવો કલેસ ન થાય તે માટે સીબીએસઇ બોર્ડ દ્વારા પહેલાથી જ બોર્ડને પત્ર લખી તાકીદ કરી છે.










