ભારતીય યુનિવર્સિટીને ઓસ્ટ્રેલિયાનું આમંત્રણ
શિક્ષણ ક્ષેત્રમાં ભારતના વિકાસથી પ્રભાવિત થઈને ઓસ્ટ્રેલિયાએ ભારતની મહત્વની યુનિવર્સિટીને ઓસ્ટ્રેલિયામાં શાખા શરૂ કરવાનો આગ્રહ કર્યો છે. ઓસ્ટ્રેલિયા તેના એડેલેડ શહેરને યુનિવર્સિટીઓનું શહેર બનાવવા માંગે છે.
દક્ષિણ ઓસ્ટ્રેલિયાની પ્રાંતીય સરકારના રોજગારી, પ્રશિક્ષણ તથા ઉચ્ચ અભ્યાસના મંત્રી માઈકલ ઓ બ્રાયને કહ્યું હતું કે, અમે ભારતની ઉચ્ચ યુનિવર્સિટીને અમારા પ્રાંતમાં શાખા ખોલવાની અપીલ કરી છે. તેઓ એડેલેડ શહેરને યુનિવર્સિટી નગરી બનાવવા માંગે છે.
ભારત યાત્રા પર આવેલા ઓ બ્રાયને કહ્યું હતું કે, તેઓને ભારતીય યુનિવર્સિટીની ઉત્કૃષ્ટતા સૌથી વધારે ગમે છે.
હાલમાં જ લંડન યુનિવર્સિટીએ સાઉથ ઓસ્ટ્રેલિયામાં પોતાની શાખા શરૂ કરી છે. અમેરિકાની પણ પ્રતિષ્ઠિત કોલેજ કપલાને પણ પોતાની શાખા શરૂ કરી છે. જો ભારતીય યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયામાં પોતાની શાખા શરૂ કરે તો ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે, તેમ માઈકલે ઉમેર્યુ હતું.












