દિવ્ય ભાસ્કરની મેઈક ઓવર કોન્ટેસ્ટ યુવતીઓને નિખારશે
બ્યૂટિશિયન, જવેલર્સ અને ફેશન ડિઝાઈનર દ્વારા યુવતીઓના ચહેરાને નવો ઓપ
દિવ્ય ભાસ્કર આયોજિત મેઈક ઓવર કોન્ટેસ્ટમાં શહેરનાં અગ્રીમ પંકિતના બ્યૂટિશિયન, જવેલર્સ અને ફેશન ડિઝાઈનર તથા શહેરનાં અગ્રીમ પંકિતના વિનસ ફોટો સ્ટુડિયો દ્વારા યુવતીઓના ચહેરાની સુંદરતા, વ્યક્તિત્ત્વનો નિખાર અને અનેકવિધ જવેલરી સાથે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ડિસેમ્બરની ૧૩મી તારીખે યોજાનારી આ સ્પર્ધામાં પોતાના સૌંદર્યને નવો ઓપ આપી આગવું પ્રભાવક વ્યક્તિત્વ નિખારવા મોટી સંખ્યામાં યુવતીઓએ પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યો છે.
સ્પર્ધામાં ભાગ લેનાર યુવતીઓએ ૧૦૦ રૂપિયા એન્ટ્રી ફી સાથે ફુલસાઈઝનાં ફોટોગ્રાફસ મોકલવાના રહેશે, જેમાં લકી ડ્રો બાદ પાંચ યુવતીઓની પસંદગી કરવામાં આવશે.
આ યુવતીઓને પરસોના બ્યૂટિપાર્લર દ્વારા કેટલીક બ્યૂટિ ટ્રીટમેન્ટ આપવામાં આવશે, એમના ફેસને અનુરુપ હેરકટ કરી યોગ્ય મેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ સોનલ ડિઝાઇનર સારીઝ દ્વારા એમના પર શોભી ઉઠે તેવા આઉટફીટ્સ પહેરાવી, કાંતિલાલ એન્ડ બ્રધર્સ જવેલર્સનાં દાગીનાઓ દ્વારા એમની સુંદરતાને વધારે નિખારવામાં આવશે.
વિનસ ફોટો સ્ટુડિયો દ્વારા એમનું ફોટોસેશન કરવામાં આવશે, જેનો કોઇ જ ચાર્જ યુવતીઓ પાસેથી લેવામાં ૩આવશે નહી. મેઇકઓવરમાં ફોર્મ ભરનાર તમામને વેલેન્ટાઈન થિયેટર દ્વારા કપલ ટિકિટ આપવામાં આવશે.










